fbpx
રાષ્ટ્રીય

પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર યુગાન્ડાની એથ્લેટ રેબેકા ચેપ્ટેગાઈનું ગુરુવારે દુઃખદ અવસાન થયું

પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર યુગાન્ડાની એથ્લેટ રેબેકા ચેપ્ટેગીનું ગુરુવારે દુઃખદ અવસાન થયું હતું. રેબેકાના બોયફ્રેન્ડે તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી, જેના કારણે તેનું શરીર ૭૫ ટકાથી વધુ બળી ગયું. રેબેકાને ગંભીર હાલતમાં કેન્યાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. રેબેકા ચેપ્ટેગાઈ ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં ૪૪મા ક્રમે હતી અને તેની પાસે મેડલ જીતવાની સારી તક હતી. પરંતુ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે તેના સપના બરબાદ કરી દીધા. રેબેકા ચેપ્ટેગાઈની હત્યાના કારણે યુગાન્ડામાં શોકની લહેર છે અને લોકો તેના પૂર્વ બોયફ્રેન્ડ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

રેબેકાના પરિવાર અને ચાહકો તેના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે અને ન્યાયની આશા રાખી રહ્યા છે. આ ઘટના પર યુગાન્ડાની ઓલિમ્પિક સમિતિના પ્રમુખ ડોનાલ્ડ રુકરેએ સોશિયલ મીડિયા પર લખ્યું, અમને દુઃખદ સમાચાર મળ્યા કે અમારી ઓલિમ્પિક એથ્લેટ રેબેકા ચેપ્ટેગાઈ હવે નથી. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. દાવો કરવામાં આવી રહ્યો છે કે એથ્લેટ અને તેના પૂર્વ બોયફ્રેન્ડ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જાે કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. ચેપટેગાઈના પિતા જાેસેફે તેમની પુત્રી માટે ન્યાયની માંગ ઉઠાવી છે. તમને જણાવી દઈએ કે રેબેકા આ પહેલા ગયા વર્ષે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૧૪મા ક્રમે રહી હતી. તે જ સમયે, વર્ષ ૨૦૨૨ માં, તેણે થાઇલેન્ડમાં આયોજિત વર્લ્ડ માઉન્ટેન અને ટ્રેલ રનિંગ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.

Follow Me:

Related Posts