fbpx
ગુજરાત

કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય અટલ ભૂજલ યોજના હેઠળ રિચાર્જ ટ્યુબવેલના કાર્યનો શુભારંભ સુરત ખાતે પી એમ મોદીની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામા આવ્યું

સરકારના જળશક્તિ મંત્રાલય અટલ ભૂજલ યોજના હેઠળ રિચાર્જ ટ્યુબવેલના કાર્યનો શુભારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિમા સુરત ખાતે કેન્દ્રીય જળક્તિમંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામા આવ્યું. વરસાદી પાણીને ફરી તળાવ કે નદીમા લઇ જવા માટે રિચાર્જ ટ્યુબવેલનુ નિર્માણ કરવાથી મદદ મળે છે. આ યોજના અંતર્ગત પ્રથમ ચરણમા ૩૩૩ ટ્યુબવેલનુ નિર્માણ કરવામા આવ્યું અને બીજા ચરણમા ૫૫ કરોડના ખર્ચે ૮૨૧ ટ્યુબવેલ બનાવવાનુ આયોજન કરવામા આવ્યું. આ યોજનાથી ભુગર્ભ જળસત્તરને ઊચુ લાવવાનો પ્રયાસ કરવામા આવે છે. આ કાર્યક્રમમા રાજયસરકારના મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાએ સંબોધન કરી જળસંશાધન દ્વારા સૌરાષ્ટ – કચ્છ અને દક્ષિણ ગુજરાતને જે લાભ થયો છે તેની માહિતી આપી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યૂઅલી માધ્યમથી જાેડાઇ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગુજરાતની ઘરતીથી જળશક્તિ મંત્રાલય દ્વારા મહત્વના અભિયાનની શરૂઆત થઇ છે. આ પહેલા પાછલા દિવસોમા દેશના દરેક ખૂણેમા ભારે વરસાદ વરસ્યો હતો અને દેશનો મોટા ભાગના વિસ્તારોમા ભારે વરસાદથી સંકટથી સ્થિતિ અનુભવી. આ વખતે ગુજરાતમા ભારે વરસાદથી સમસ્યાઓ સર્જાઇ હતી પરંતુ ગુજરાત અને દેશવાસીઓનો સ્વભાવ છે કે સંકટની સ્થિતિમા સૌ સાથે મળી કાર્યકરી વિકટ સ્થિતિને દુર કરે છે. જળ સંચય એ એક માત્ર પોલીસી નથી, પણ આ એક પ્રયાસ પણ છે અને પુણ્યનુ કામ પણ છે. પાણીનો સંગ્રહ કરવો તે આપણા માટે ખૂબ મહત્વનુ છે અને સસ્ટેનેબલ ભવિષ્ય માટે જે ૯ સંકલ્પોને સામે રાખ્યા છે તેમા જળ સરક્ષણ પ્રથમ સંકલ્પ છે. મને આનંદ છે કે આજે આ દિશામા જનભાગીદારીથી સાર્થક પ્રયાસ શરૂ થયો છે. આ અવસર પર ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર તેમજ અભિયાનમા ભાગલઇ રહેલા લોકોને શુભકામના પાઠવુ છું.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતમા દુનિયાના કુલ ૪ ટકા પાણી સંગ્રહ છે. ભારતમા વિશાળ નદીઓ છે પણ આપણા એક મોટા ભૂહભાગને પાણીની અછત સહન કરવી પડે છે. જળસરક્ષણ- પ્રકૃતિ સરંક્ષણ ભારત માટે નવુ નથી, આ ભારતની સાંસ્કૃતિક ચેતનાનો ભાગ છે. આપણે એ સંસ્કૃતિના લોકો છીએ કે જ્યા પાણીને ઇશ્વરનુ રૂપ માનીએ છીએ,નદીને દેવી માનીએ છીએ. વર્ષો જૂના આપણા ગ્રંથોમા પણ લખવામા આવ્યુ છે કે, સૌ પ્રાણી જળથી ઉત્પન થયા છે અને પાણીથી જ જીવે છે બીજા માટે પાણી બચાવવુ એ સૌથી મોટુ દાન છે. આજનો આ કાર્યક્રમ ગુજરાતની એ ધરતીથી શરૂઆત થઇ રહ્યો છે તે જ્યા જનજન સુઘી પાણી પહોંચાડવા અને પાણી બચાવવાની દિશામા ઘણા સફળ પ્રયોગ થયા છે. પહેલા સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતની પાણી બાબતે શુ સ્થિતિ હતી તેનાથી સૌ વાકેફ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમા જણાવ્યું કે, વર્ષોથી અટકાયેલ સરદાર સરોવરનુ કામ પુર્ણ કરાવ્યુ.ગુજરાતમા સૌની યોજના શરૂ કરી પાણી પહોંચાડવાનુ કામ કર્યુ અને તે સમયે પણ વિપક્ષ આપણી મજાક કરતા હતા કે જે પાણીની પાઇપ લગાવી છે તેમાથી હવા નિકળશે પરંતુ આજે ગુજરાતના પ્રયાસો સારી દુનિયા સામે છે. ગુજરાતની સફળતા અને અનુભવ મને વિશ્વાસ અપાવે છે કે આપણે દેશને જળસંકટથી છુટકારો અપાવી શકીએ છીએ. જળ સરક્ષણ માત્ર નિતિઓનો નહી પરંતુ સામાજિક નિષ્ઠાનો વિષય છે. અમારી સરકારમા પહેલી વખત જળશક્તિમંત્રાલય બનાવવામા આવ્યુ. પહેલા દેશના ૩ કરોડ ઘરોમા પાઇપથી પાણી પહોંચચુ અને આજે દેશના ૧૫ કરોડથી વઘુ ગ્રામીણ વિસ્તારોમા પાણી પહોંચી રહ્યુ છે. આજે શહેર થી લઇ ગામડામા લોકો કેચ થ રેઇન અભિયાનમા જાેડાઇ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ વધુમા જણાવ્યું હતું કે, પર્યાવરણમા સુઘાર માટે દેશવાસીને એક વૃક્ષ માંને નામ વાવાની અપીલ કરી હતી અને જેને દેશના લોકોએ વૃક્ષ વાવનુ બીડુ ઝડપી લીધુ હતું. આપણે જળસંચય માટે રિડ્યુસ, રિચાર્જ, રિયુઝ અને રિસાઇકલના મંત્ર પણ આગળ વધવુ પડશે. પાણીનો દુરઉપયોગ ન થાય તેનુ સૌએ ધ્યાન રાખવુ જાેઇએ. ડબ્લ્યુએચઓનુ આંકલન છે કે પાઇપથી પાણી પહોચાડવાથી દેશના લોકોના સાડા પાંચ કરોડ કલાક બચશે અને આ બચેલો સમય સિઘો દેશની અર્થવ્યવસ્થામા મદદરૂપ થશે. ગુજરાતે જળ સરક્ષણ માટે સીએસઆરનો ઉપયોગ કરી એક નવુ ઇતિહાસ રચ્યો છે. આપણે સૌ સાથે મળી ભારતને જળસરક્ષણની દિશામા માનવતા માટે પ્રેરણારૂપ બનીએ.

કેન્દ્રીય જળશક્તિમંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, જળશક્તિ મંત્રાલયમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નું નળથી જળનો કાર્યક્રમ આપ્યો હતો. ગુજરાતમા ૯૫ ટકા લોકોને નળથી જળ આપવાનુ કામ સફળતા પુર્વક પુર્ણથવા બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું. સરકારની નળ થી જળ યોજનાથી દેશની જનતાને થયેલા ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા તે સમયે નર્મદા યોજના દ્વારા દરેક ગામડામા પિવા અને સિંચાઇ માટે પિવાનુ શુદ્ધ પાણી મળે તેની વ્યવસ્થા કરી હતી. અટલજીનુ સ્વપ્ન હતુ રિવરલીંકનુ તે ૨૦૦૪થી અટકાયલુ હતુ તે કામ પણ હવે શરૂ થવા જઇ રહ્યુ છે અને જેના પરિણામે રાજસ્થાન અને મધ્યપ્રદેશની ઘણી નદીઓને લીંક કરવાનુ કામ શરૂ થશે. ગુજરાતમા પણ જે નદીઓ છે તેને પણ લીંક કરવાના કામ ઝડપથી થાય તે દિશામા કાર્યકરી રહ્યા છીએ.જમીનની અંદર પાણીનો સંગ્રહ કરવાની શક્તિ વઘારે છે જે પાણી ડેમ કે નદીમા પાણીનો સંગ્રહ નથી કરી શકતા તેનાથી વઘારે પાણી જમીનમા સગ્રહ કરી શકાય છે અને ઓછા ખર્ચે પાણી પાછુ મેળવી શકાય છે. પાણીના સંગ્રહ માટે ઇઝરાઇલ એક બેસ્ટ મોડલ છે. આવનાર દિવસમા ગુજરાત અને દેશ પાણીના સદઉપયોગ માટે બીજા દેશો માટે પ્રેરણારૂપ બની રહેશે તેનો વિશ્વાસ છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્‌ પટેલે કાર્યક્રમમા સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી હમેંશા સમયથી એક ડગલુ આગળ વિચાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના આગવા વિઝનથી પહેલા ગુજરાત અને હવે દેશને વિકાસની નવી ઉંચાઇ પર લઇ જઇ રહ્યા છે. મોદી સાહેબના નેતૃત્વમા દેશ આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે અને હવે દેશ વિશ્વની ત્રીજી આર્થવ્યવસ્થા બનવા આગળ વઘી રહ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી આજે ગુજરાત વિકાસનુ રોલ મોડલ બન્યુ છે. ગુજરાતમા આજે ઔધગીક અને આર્થિક વિકાસના પરિણામે મેન્યુફેક્ચરિંગ,સર્વિસ અને એગ્રીકલ્ચર ક્ષેત્રમા અગ્રેસર છે.ભારત હવે સેમિ કન્ડકટર હબ બનવા જઇ રહ્યુ છે અને આપણા માટે ગૌરવની વાત છે કે પીએમ મોદીના નેતૃત્વમા ભારતમા સ્થપાનાર પાંચ માથી ચાર સેમિકન્ડકટર ગુજરાતમા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમા જણાવ્યું કે, કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલના હકારાત્મક વલણને કારણે દક્ષિણ ગુજરાતમા સુરત સહિત પાંચ જીલ્લાઓએ આ અભિયાનમા લીડ લઇ દસ હજાર બોરવેલ રિચાર્જ સ્ટ્રકચરનુ કામ સફળતા પુર્વક પુર્ણ કર્યુ છે. વડાપ્રધાનશ્રી મોદીના નેતૃત્વમા અને જનભાગીદારીથી આપણે જન સચંય અભિયાનને સંપુર્ણ સફળ બનાવીશું. વડાપ્રધાનશ્રી મોદી હમેંશા કહે છે કે પાણી વગર કોઇ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી. મોદી સાહેબના નેતૃત્વમા ગુજરાતની વિકાસયાત્રાએ દુકાળગ્રસ્ત રાજયને વોટર સિક્યોર રાજયમા બદલ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમા ગુજરાતને ફરી જળશક્તિ અને જનશક્તિને જાેડવાની તક મળી છે. આ કાર્યક્રમમા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, રાજયસરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ અને જીલ્લાના વિવિધ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts