સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ઇમ્પેકટ ફી ન સ્વીકારતા ફ્રેન્ડ સોસાયટી ના તમામ રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
સાવરકુંડલા માં 1962 માં મુરબ્બી લલ્લુભાઈ શેઠ ની આગેવાની હેઠળ અમરેલી કલેક્ટર દ્વારા પ્રીમિયમ લઈ ને જમીન 49 બ્લોક ને ફાળવવામાં આવી હતી. 1969 માં નગરપાલિકા એ રજા ચિઠ્ઠી પણ આપેલ હતી , લોકો એ પોતાના બ્લોક નું બાંધકામ વધાર્યું હોય અને સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લઈને નગરપાલિકા ને કાયદેસર કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે છતાં નગરપાલિકા ના સત્તાધીશો ઇમ્પેક્ટ ફી નથી સ્વીકારતા. સરકારના આદેશ હોવા છતાં કેમ નગરપાલિકા ના સત્તાધીશો સંતાકુકડી રમાડી રહ્યા છે ? આ માટે ફ્રેન્ડ સોસાયટી ના તમામ રહીશો દ્વારા સાવરકુંડલામાં જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી રાજુભાઈ શિંગાળા ની આગેવાની હેઠળ સાવરકુંડલા ના ધારાસભ્ય,પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ ને લેખિત માં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જો ઇમ્પેક્ટ ફી સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે તેમ ફ્રેન્ડ સોસાયટી ના તમામ રહીશો દ્વારા રાજુભાઈ શીંગાળા ની યાદી માં જણાવ્યું છે.
Recent Comments