fbpx
અમરેલી

બેટી બચાઓ બેટી પઢાઓ’ સેલ અમરેલી દ્વારા  ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ની ઉજવણી સંપન્ન

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સેલ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જીવન ઘડતર અને વર્તમાન સમયે શિક્ષણની આવશ્યકતા, કિશોરીઓનું શિક્ષિત હોવું એ સ્વયં વિકાસ છે, સાક્ષરતાનું પ્રમાણ વધે તે ઉદ્દેશ્ય સાથે તા.૮ સપ્ટેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે “Promoting multilingual education: Literacy for mutual understanding and peace” થીમ પર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત કન્યા કેળવણી અને શિક્ષણને પ્રોત્સાહન મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન ટી.પી.ગાંધી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.

અમરેલી મહિલા અને બાળ કચેરી અંતર્ગત DHEW યોજનાના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટરશ્રી હસમુખભાઈ દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે વિગતો અને માર્ગદર્શન આપ્યું હતું. પીબીએસસી અમરેલીના કાઉન્સેલરશ્રી રોશનીબેન દ્વારા મહિલા સહાયતા કેન્દ્ર વિશેની વિગતો જણાવી હતી.કાર્યક્રમમાં ટી.પી.ગાંધી ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનિઓને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.મનિષાબેન મુલતાનીએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ક્રિષ્નાબેન તેમજ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મીનાક્ષીબેન મકવાણાએ આભારવિધિ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/