ગાંધીનગરમાં નકલી દસ્તાવેજાેને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનો ગુનો
રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું ગાંધીનગર તાલુકાના રાયપુર ગામના ખેડૂતની કરોડો રૂપિયાની ૨૫ વીઘા જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ એટર્ની અને બાનાખત ઊભો કરવામાં આવ્યો હતો. આ મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ થયા બાદ ડભોડા પોલીસ દ્વારા આ ભૂમાફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, રાયપુર ગામે રહેતા કાંતિજી શંકાજી સોલંકીની વડીલોપાર્જિત ૨૫ વીઘા જમીન આવેલી છે. વર્ષ ૨૦૧૫માં તેમના પિતા શંકાજી સોલંકીને પેરાલીસીસ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, ત્યારથી તેઓ પથારીવશ હતા. તેમની હયાતીમાં જુલાઈના વર્ષ ૨૦૨૦માં કાંતિજીએ પોતાના નામે વારસાઈ દાખલ કરાવી હતી. બાદમાં ૮૦ વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારે દોઢેક વર્ષ અગાઉ જુન ૨૦૨૩માં કાંતિજીનાં બનેવીએ જમીનના પાવર ઓફ એટર્ની કરાર, બાનાખત થયેલા હોવાના કાગળો વોટ્સઅપથી મોકલી આપ્યા હતા.
Recent Comments