11 કિલોના લાડુ સાથે સાવરકુંડલાના ઠવી ગામે મંગલમ વિધા મંદિર ખાતે ગણેશ મહોત્સવ ની વિધાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી.
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે આવેલ મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મંગલમ વિધા મંદિર ઠવી ખાતે ધોરણ 1થી 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા મંગલમ વિદ્યા મંદિર શાળાના ગ્રાઉન્ડ ખાતે ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે બાળકોને શિક્ષકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેમાં 11 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો સાથે તમામ વિદ્યાર્થીઓ દ્વારા આરતી માટેની જે ડીશ હોય તેને ભવ્ય રીતે સુભોષિત કરવામાં આવી તમામ બાળકોએ સમૂહમાં આરતીનું પણ ભવ્ય આયોજન કર્યું સમગ્ર કાર્યક્રમને સંચાલક દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમ ભાવેશભાઈ ભુવાં ની યાદી જણાવેલ
Recent Comments