સુરતમાં નકલી ગુટખા અને તમાકુનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે ૪ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતની પીસીબીની ટીમને માહિતી મળી હતી કે સુરતના સણીયા હેમદ ગામ નજીક કેટલાક શખ્સો નકલી ગુટખા અને તમાકુ બનાવે છે.
આ માહિતીને આધારે પીસીબીની ટીમે સણીયા હેમદ ગામ નજીક આવેલા પ્રિન્સ એસ્ટેટ ખાતે રેડ પાડી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા ૪ કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કર્યો હતો. પોલીસે તપાસ કરતા અહીં નકલી ગુટખા અને તમાકુ બનાવવામાં આવતી હતી. તે સિવાય વધુ તપાસ કરતા આરોપીઓ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીના નામ ખુલ્યા હતા. જેમાંથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.આરોપીઓ કેટલા સમયથી નકલી ગુટખા અને તમાકુ તૈયાર કરતા હતા અને અન્ય કેટલા આરોપી આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેની પોલીસ તપાસ કરી રહી છે.
Recent Comments