ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલે જણાવ્યાં મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં રાષ્ટ્ર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં રાજ્ય વિકાસ કરી રહેલ છે, જે સૌ જાણીએ છીએ. ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે જોડાયેલાં કાર્યકર્તાઓ દ્વારા સંગઠન પર્વમાં કામગીરી ચાલી રહી છે, જેમાં સૌનાં સહયોગની આવશ્યકતા હોય છે. સદસ્યતા નોંધણી અભિયાન ચાલી રહેલ છે તે દરમિયાન રાષ્ટ્ર હિત માટે આદર્શ વિચારધારા સાથે ભાજપમાં સદસ્ય તરીકે જોડાવાં સૌને પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલનો અનુરોધ રહેલો છે.
વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલનો અનુરોધ


















Recent Comments