ગુજરાત

ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક, એક અઠવાડિયામાં પાંચમીવાર અશાંતિ ફેલાવાનો પ્રયાસ

ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. છેલ્લાં એક અઠવાડિયામાં રાજ્યમાં પાંચમી વખત શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના કઠલાલમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર કોમવાદ ફેલાય તેવા મેસેજ મોકલીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો.

જેની સામે ફરિયાદ કરવા પહોંચેલા યુવકોના વાહન પર ટોળાએ એકાએક હુમલો કર્યો હતો. આ વાતની જાણ થતાં જ પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ મામલો ફરી વકરે નહીં તેની સાવચેતી રૂપે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યું હતું. અઠવાડિયા પહેલાં ગત શનિવારે કઠલાલમાં વાહન ઓવરટેક જેવી નાનકડી વાતે બે કોમના ટોળાઓએ આખું કઠલાલ શહેર માથે લીધું હતું. ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જાેકે, ગત શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી.

જેને લઈને કઠલાલના યુવકો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત ફરતા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું આવી પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદીને પોતાની ગાડીમાં બેસાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ગણેશજીની મૂર્તિ ખંડિત થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન રેસિડેન્સીમાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યાં ગણપતિની સ્થાપના કરી છે તે બિલ્ડિંગ પર ઝંડો લાગ્યો હતો. જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા. જાે કે, બાદમાં સ્થાનિક કૉર્પોરેટર અને પોલીસે મધ્યસ્થી કરતા ઝંડા ઉતારી લેવામાં આવ્યા.

Related Posts