fbpx
ગુજરાત

સ્મીમેરના વોર્ડમાં દર્દીના મોત બાદ સાડાત્રણ કલાકે પોલીસને જાણ કરાઇ

સલાબતપુરા ખાતે ત્રણ દિવસ પહેલા ખેંચ આવતા પડી ગયેલા ઉધનાના યુવાનનું સારવાર દમિયાન સ્મીમેર હોસ્પિટલમાં આજે સવારે મોત થયુ હતું. જાેકે વોર્ડના સ્ટાફે તેના મોત થયાના સાડાત્રણ કલાક પછી એમ.એલ.સી કાઉન્ટરે જાણ કર્યા બાદ પોલીસને કરવામાં આવી હતી. જેના લીધે મૃતકના પરિવાર અને સંબંધીઓએ તકલીફ પડી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધનામાં પંચશીલનગરમાં રહેતો ૪૦ વર્ષીય સુરેશ કાશીનાથ કામળે ગત તા.૧૧મી સાંજે સલાબપુરામાં રૃપમ સિનેમા પાસે અચાનક ખેંચ આવતા પડી ગયા હતા.

જેમાં તેને ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં આજે સવારે તેનું સારવાર દરમિયાન વોર્ડમાં મોત થયુ હતું. જાેકે આ મેડીકલ લીંગલ કેસ(એમ.એલ.સી) હતો. જયારે વોર્ડના સ્ટાફે તેના મોત થયાના તરત જાણ કરવાના બદલે સાડાત્રણ કલાક પછી સ્મીમેરના એમ.એલ.સી કાઉન્ટર જાણ કરી હતી. બાદમાં આ અંગે સલાબતપુરા પોલીસને જાણ કરતા ત્યાં ધસી આવ્યા હતા. જાેકે પોલીસે પણ ત્યાંના સ્ટાફને કહ્યુ કે, કેમ મોડી જાણ કરી હતી. બાદમાં પોલીસે તેના મોત અંગે જરૃરી કાગળીઓ બનાવવાનું પોલીસે શરૃ કર્યુ હતું. જાેકે વોર્ડના સ્ટાફે તેના મોત અંગે મોડી જાણ કરતા મૃતના પરિવાર અને તેમના સંબંધીઓ અંતિમ ક્રિયા કરવા માટે રાહ જાેવાનો વારો આવ્યો હતો અને તેઓ તકલીફ પડી હોવાનું સુત્રો કહ્યુ હતું.

Follow Me:

Related Posts