સદભાવના ગ્રુપ સાવરકુંડલા દ્વારા ગણેશ મહોત્સવ માં વ્રજ વિહાર દર્શન યોજાયા હજારો ભાવિકો એ દર્શન કરી ધન્યતા અનુભવી
સાવરકુંડલા માં સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે અગ્રેસર સદભાવના ગૃપ ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ગત રોજ ગણપતિ મહોત્સવ અંતર્ગત વ્રજ વિહાર, ગોકુળ, મથુરા, જતીપુરા ના આબેહૂબ દર્શનનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોને શ્રીનાથજી, યમુના મહારાણી મહાપ્રભુજી સ્વરૂપે તૈયાર કરી ખૂબ સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવેલ. આ દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ આ દિવસે મહા રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ ૨૯૬ દાતાઓએ રક્તદાન કર્યુ હતુ. તમામ રક્તદાતાઓ ગિફ્ટ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં રંગોળી ડેકોરેશન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવનાર છે.
Recent Comments