fbpx
અમરેલી

અમરેલીમાં જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ અને જિલ્લા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન

અમરેલીના ચિતલ રોડ પર આવેલી શ્રી દીપક હાઇસ્કુલ ખાતે તા.૨૧ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યુવા સ્પર્ધા ઉત્સવ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે તથા શ્રી દીપક હાઈસ્કૂલના સહયોગથી આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા સંચાલિત આ સ્પર્ધાઓ યોજાશે. ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને નોંધ લેવા અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts