ભાવનગર

અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ)ના ઉપયોગથી રાશન લેવા મજૂરી કામથી રજા નહીં લેવી પડે : હમીરભાઈ ચોહલા

ભારત સરકારની યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (UNWFP) સાથેની ભાગીદારીથી ભાવનગર ખાતે રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ (અનાજનું એ.ટી.એમ.) એ પોષણ સુરક્ષા પુરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. આ અનાજના ATM દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશનકાર્ડ (ONRC) અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારીત બાયોમેટ્રીકસ પધ્ધતિ દ્વારા મેળવી શકે છે. આ તકે ભાવનગરના હમીરભાઈ ચોહલા એ જણાવ્યું હતું કે અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ)ના
ઉપયોગથી રાશન લેવા મજૂરી કામથી રજા નહીં લેવી પડે તેમજ રાશન લેવા માટેની લાઇનમાં પણ ઊભા રહેવાની જરૂર પડશે નહીં. પેલા મજૂરી કયાંથી આખો દિવસ રજા લઈને રાશન લેવા આવું પડતું હતું એ અગવડતા દુર થશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ગમે ત્યારે મજૂરી કામ કરીને ઘરે આવીને પણ તેઓના પરિવારના કોઈપણ સભ્ય અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ) થી રાશન મેળવી શકશે. જેથી સમયનો બચાવ થશે સાથોસાથ કોઈ પણ મુશ્કેલી વગર રાશન મેળવી શકીશું.

Related Posts