આચાર્ય લોકેશજીએ સંપર્ક ભારતી યુકે દ્વારા આયોજિત સનાતની પ્રોફેશનલ્સ સેમિનારને સંબોધન કર્યું આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ વચ્ચે સંતુલન બનાવવું જરૂરી છે – આચાર્ય લોકેશજી
આચાર્ય લોકેશજીએ સંપર્ક ભારતી યુકે દ્વારા આયોજિત સનાતની પ્રોફેશનલ્સ સેમિનારને સંબોધન કર્યુંઆધ્યાત્મિક અને ભૌતિક વિકાસ વચ્ચે સંતુલન બનાવવું જરૂરી છે – આચાર્ય લોકેશજીદિલ્હી ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વર્લ્ડ પીસ સેન્ટર’ના સ્થાપક આચાર્ય ડૉ. લોકેશજીએ દિલ્હી એનસીઆરમાં સંપર્ક ભારતી દ્વારા આયોજિત સનાતની પ્રોફેશનલ સેમિનારને સંબોધતા જણાવ્યું હતું કે, “ભારતના યુવાનોનું પ્રગતિ અને વિકાસમાં તે જ સ્થાન છે જે રીતે કરોડરજ્જુનું શરીરમાં છે. વિશ્વના દરેક ખૂણામાં ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધિત વ્યાવસાયિકો દરેક ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે. તેમનું વિશ્વના આર્થિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, તબીબી, વિજ્ઞાન વગેરે તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન છે.”કાર્યક્રમને મહંત શ્રી બાલકનાથ, જર્મનીથી આવેલા કાર્યક્રમ સંયોજક વિકાસ કુમાર, ડૉ. મુથુસ્વામી ગુરુજી અને ડૉ. કર્નલ તેજ તુક્કુજીએ સંબોધિત કર્યા હતા. આયોજકોએ આચાર્યશ્રી લોકેશજીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.ગુરુગ્રામમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત વર્લ્ડ પીસ સેન્ટરનું ટૂંક સમયમાં ઉદઘાટન થવા જઈ રહ્યું છે.જ્યાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાનના વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે. આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક વિકાસ વચ્ચે સંતુલન બનાવવું જરૂરી છે, યુવાનો આ ક્ષેત્રમાં ઘણું યોગદાન આપી શકે છે.
Recent Comments