fbpx
ગુજરાત

સુરતમાં છેતરપિંડીના ગુનામાં દંપતીની ધરપકડ કરવામાં આવી

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતર ની લોભામણી સ્કીમ નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી રૂપિયા ૧૩ લાખ પડાવી દંપતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. દંપતીએ વીમા એજન્ટ પાસેથી કંપનીમાં રોકાણ ના નામે લીધેલા રૂપિયા દસ લાખની રકમ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હોવાથી પોલીસે મહિલાના પતિની ઘરપકડ કરી હતી.જે બાદ એક પોલીસ અધિકારીની ઓળખાણ ના કારણે રૂપિયા ૩ લાખમાં સમાધાન કરી જેલમુક્ત કરાવ્યો હોવાની વાત ઉપજાવી નાંખી હતી.

પરંતુ ત્યારબાદ વધુ રૂપિયાની વીમા એજન્ટ પાસે માંગણી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા વીમા એજન્ટ ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયૅવાહી કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટ મુલ્હાસભાઈ માળી છેતરપિંડી નો ભોગ બન્યા હતા. ભેસ્તાનનાં ઠગ દંપતીએ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ અને પોલીસના નામે રૂપિયા ૧૩ લાખ જેટલી રકમ વીમા એજન્ટ પાસેથી પડાવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી થતા સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોચ્યો હતો.જે બાદ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી છે.ઘટનામાં દંપતીએ બે અન્ય કાલ્પનિક નામો પણ ઉપજાવી નાખ્યા હતા.જેમાં એક ગ્લોબલ ઈમ્પોર્ટ -એક્સપોર્ટ કંપનીના કર્મચારી અને અન્ય એક એશિયન શેલ કંપનીના મોબાઈલ નંબરના ધારક નો સમાવેશ થાય છે.સમગ્ર મામલે એ.સી.પી. એન પી ગોહિલ એ જણાવ્યું હતું કે વીમા એજન્ટ મુલ્હાસ ભાઈ માળી ભેસ્તાન ખાતે રહેતા રવી જરીવાળા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાળા ના ઘણા સમયથી સંપર્કમાં હતા. જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/