fbpx
અમરેલી

અમરેલી જિલ્લા નું પછાત પણા નું કલંક દૂર કરો. અમરેલી પૂર્વ સાંસદ ઠુંમર નો મુખ્ય મંત્રી ને કાયદો વ્યવસ્થા પરિવહન સિંચાઈ રેલવે ઓવરબ્રિજ રોજ ભૂંડ સહિત ના મુદ્દે રજુઆત

અમરેલી પૂર્વ સાંસદ ઠુંમર નો ભુપેન્દ્રભાઇ પટેલ, મુખ્યમંત્રી ને ખુલ્લો પત્ર અમરેલીની મુલાકાત દરમ્યાન અમરેલી જિલ્લાનાં પડતર પ્રશ્નો હલ માંગ કરાયગુજરાત રાજયની સ્થાપના નાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ જીવરાજ મહેતા અમરેલી જિલ્લાએ આપ્યા છે. અમરેલી સંતો-મહંતોની ભુમિ છે. ભોજા ભગત જેવા સંત મુળદાસજીની ભુમિ, ગૂરૂકુળનાં સ્થાપક તરવડા સ્વામી શ્રી ધર્મજીવનદાસજી, કૃષ્ણ વલ્લભાચાર્ય ની ભુમિ એટલે કુંકાવાવ પ્રમુખ સ્વામીની અને દાન મહારાજની ભુમિ, ચલાલા અને ધારી તુલશીશ્યામ જેવું પવિત્ર ધર્મસ્થળ અને ગીર એશિયાનાં સિંહોનો જિલ્લો એટલે અમરેલી જિલ્લો. આ જિલ્લામાંથી રાજયનાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા, પી.કે. લહેરી રાજુલા મુખ્ય સચિવ તરીકે કામગીરી બજાવી સોમનાથ જેવી પવિત્ર ભુમિ પર ફરજ બજાવી રહ્યા છે. પાંચાળી ભુમિ પંચકુંડ અને પાડવો સાથે જોડાયેલું બાબરા, રાજ્ય સરકાર પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે તત્કાલીન ધારાસભ્ય તરીકે પ્રવાસન કમિટીમાં પ્રવાસનધામ તરીકે વિકસાવવા ભુરખીયાની પવિત્ર ભુમિની સરકારે સ્વીકાર્યું છે,

શાહગોરા પીર નું ઐતિહાસિક સ્થળ એ લાઠી તાલુકો એટલે કવિ કલાપી, હમીરસિંહજીની ભૂમિ, ૧૮૦૦ પાદરનાં ઘણી કૃષ્ણકુમારસિંહજી સાથે જોડાયેલો સાવરકુંડલા તાલુકો, દેશનાં સૌપ્રથમ રાજા ૧૮૦૦ પાદર સરદાર વલ્લભભાઇ પટેલ ને હાથીની અંબાડી સાથે અર્પણ કરી દેશની લોકશાહી સ્થાપવામાં પ્રથમ અગ્રતા આપી આ દેશની લોકશાહી મજબુત બની. આર.જી.હકુમત નું પ્રથમ આંદોલન કરનાર એટલે કુંકાવાવ તાલુકાનાં અમરાપૂર આંદોલન શરૂ કરી જુનાગઢ નવાબને ભારત માંથી હકાલી કાઢવાનું કામ કરનારો જિલ્લો પણ અમરેલી. થોડો પણ અન્યાય થાય તો રાજાઓની સામે બહારવટું ખેલનાર ભુપત બારવટીયા હોય કે રામ વાળા કે જોગીદાસ ખુમાણ જેવા નાના-મોટા આંદોલન કારી સત્ય માટે બહારવટું ખેલીને પ્રજાને ન્યાય આપવા માટેના ઇતિહાસ ઉમદા પ્રયાસો, બાબરીયા વાડની ભુમિ એટલે જાફરાબાદ, ખાંભા તાલુકામાં અનેક તીર્થસ્થળો ની ભુમિ એક અમરેલી જિલ્લો કે જેણે સંતો-મહંતો અને રાજ્યનાં અનેક આગેવાનો આપ્યા છે.

દેશના ખેડુતો માટેની સંસ્થા IFFCO દેશની એક ટોચની સંસ્થા કે જેનું પ્રતિનિધિત્વ અમરેલી જિલ્લામાથી થઈ હું છે. કેન્દ્રીય મંત્રીશ્રીઓ તેમજ રાજ્યનાં મંત્રીશ્રીઓ પણ આ જિલ્લામાંથી દિલ્હીમાં કામ કરી ચુક્યાં છે. વડાપ્રધાન ને રહ્યું પણ વડાપ્રધાન તરીકે કામ કરવા અમરેલી જિલ્લામાં પ્રથમ મુખ્યમંત્રીશ્રી તરીકે કામ કરવા પ્રેરણા આપી, પુર્વ સાંસદશ્રી, પુર્વ ધારાસભ્યશ્રી, પુર્વ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રીઓ અને હાલનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ આ જિલ્લાને ન્યાય આપવા માટે પ્રયાસો વત્તા-ઓછા અંશે કરતા રહ્યા છે. છતાંય જિલ્લાને ન્યાયમાં ક્યાંક ને ક્યાંક બાધા આવી રહી છે તેથી આ પત્ર લખવા પ્રેરાઇ રહ્યો છું. તેમાં જિલ્લાને લગતા આ પ્રમાણેનાં પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે આપના તરફથી ત્વરીત નિર્ણય થવા વિનંતી છે.

(૧)રાજુલા-જાફરાબાદ પીપાવાવ ની પવિત્ર ભુમિ, હું જ્યારે સાંસદ હતો ત્યારે પાર્લામેન્ટમાં બિનસરકારી સંકલ્પમાં ડ્રો થયો અને મને ચાન્સ મળ્યો, રૂલીંગ પાર્ટીના સાંસદ હોવાછતાં એ સમયનાં વડાપ્રધાનશ્રી પાસે અને પેટ્રોલીયમ પ્રધાન પાસે ગેસનું એલોકેશન આપવા માટે ખાત્રી લીધી તે પીપાવાવ ગેસ આધારીત વિદ્યુત મળતી તાકીદે કાર્યરત થાય જે જિલ્લાનાં વિકાસ માટેનો મહત્વનો પ્રશ્ન દિલ્હી સાથેનાં રાજ્યનાં પડતર પ્રશ્નોમાં અગ્રતા અપાવી નિરાકરણ લાવવા મારી વિનંતી.(૨)રાજુલા થી સુરત રોરો સર્વિસ ચાલુ કરવા અનેક વખત પ્રયાસો કર્યા છતાપણ પ્રશ્ન અધરતાલ છે. હિરા ઉદ્યોગ સાથે જોડાયેલ જિલ્લો હોઇ તાકીદે પ્રશ્ન હલ થાય તે માટે વિનંતી.(૩)સિંચાઇ પ્રધાન દેશમાં ગુજરાતમાંથી તક મળી છે ત્યારે અમરેલી જિલ્લાની તત્કાલીન ધારાસભ્ય તરીકે સાથ લી સિંચાઇ માટે અનેક વખત રજુઆત કરી ચુક્યો છું તે પ્રશ્નનું નિરાકરણ લાવવા રાજયનાં મહત્વનાં પ્રશ્ન તરીકે અગ્રતા આપવા વિનંતી.(૪)અમરેલી થી અમદાવાદ જતાં નેશનલ હાઇ-વે ની મંજુરી મળી ચુકી છે તે તાકીદે કાર્યરત થાય, ધોળા જંકશનમાં ખુબજ ટ્રાફીક થાય છે તે ધોળાનો રેલ્વે ઓવરબ્રીજ મંજુર થઈ ચુ ક્યો છે હાલ પુરતી કામગીરી ઠપ છે તે ઝડપથી પુર્ણ થાય અને વાહનચાલકોને ઘણા લાંબા સમય હેરાન થવું પડે છે તેમાંથી મુક્તિ મળે તેથી નિરાકરણ લાવવું જરૂરી છે.

(૫) સૌરાષ્ટ્રમાં રેલ્વેનો મોટામાં મોટો અન્યાય પામતો જિલ્લો અમરેલી જિલ્લો છે. હું જ્યારે સાંસદ હતો ત્યારે ઢસા જંકશન બ્રોડગેજ રૂપાંતર કરવા માટે બજેટમાં મુકાઇ જે ટ્રેક ચાલુ થઈ ચુક્યો છે. બોટાદ થી ગાંધીધામ અગાઉના સમયમાં સોમનાથ મેલ બ્રોડગેજ સગવડતા મળતી, અમરેલી શહેરને ખીજડીયા સુધી બ્રોડગેજ રૂપાંતર નું કામ ચાલી રહ્યું છે. તો કચ્છ ને ને મળેલી  મેટ્રો ટ્રેન સૌરાષ્ટ્રમાં હવેના  ક્રમે અમરેલીને મળે તે માટેની અમરેલીનાં લોકોની લાગણીને સ્વીકારી અગ્રતા આપવા મારી વિનંતી છે.સાથો-સાથ સોમનાથ-કુંકાવાવ જે ઢસા બોટાદ રેલ્વે ટ્રેક કાર્યરત છે તેમાં પણ પેસેન્જર ટ્રેનો અને દેશની સાથે જોડાઇ તેવી દિલ્હી મુંબઈ ટ્રેનો કાર્યરત થાય તે માટે પણ ગુજરાતનાં પડતર પ્રશ્નોમાં અગ્રતા ક્રમે સમાવેશ કરવા વિનંતી છે. હાલ સોમનાથ-બનારસ ટ્રેનનો સારો લાભ મળતો થયો છે તેમાં પણ અમરેલી જિલ્લાનાં લોકોને થોડો ઘણો સંતોષ થયો છે વધારે ન્યાય આપવા માટે ઉમદા પ્રયાસો કરશો તેવી વિનંતી છે. (૭)રાજ્ય લેવલનાં રસ્તાઓનાં પ્રશ્નો અંગે નોનપ્લાન રસ્તાઓ જે મંજુર થયા છે

તે કોઇનાં કોઇ કારણોસર સામાન્ધ વિવાદમાં અટકી પડયા હોય તે તમામ કામો આગળ વધારીને પુર્ણ કરવામાં આવે, વધતા જતાં પેટ્રોલ-ડીઝલ નાં ભાવમાં લોકોને સગવડતા મળી શકે છે.(૭)સિંચાઇ યોજનામાં અગાઉ બનેલા ડેમો હાલ તો વરસાદ થી ભરાયા છે પરંતુ વડી ડેમ ઓછા વરસાદનાં કારણે ભરાયો નથી. સૌની યોજના મારફત આ ડેમને પણ ભરાવી દેવા માટે પ્રશ્ન ને અગ્રતા મળે તે માટે મારી ખેડુતો વતી માંગણી છે.(૮)રાની પશુઓ રોઝ, નિલગાય, ભુંડ નો દિન-પ્રતિદિન ત્રાસ વધતો જાય છે. ખેત પાકને ખુબજ નુકશાન કરેલ છે તેમાંથી મુક્તિ મળે તે માટે અને ખેડુતોને મુશ્કેલી ન થાય તે બાબતની કોઇ યોજના વિચારી રાની પશુઓનાં ત્રાસ માંથી મુક્તિ અપાવવા મારી માંગણી છે.(૯)વિજળી ક્ષેત્રે ગુજરાત વિદ્યુત બોર્ડ અમલમાં હતું ત્યારે તે વખતની સરકારે ૪૦૦ કે.વી. માચીયાળા માં સબસ્ટ્રેશન

આપ્યું છે છે અને ત્યારબાદ ૨૨૦ કે.વી. નું સબસ્ટ્રેશન બાબરા તાલુકાનાં ચરખા ખાતે સ્થપાયું છે. પશુ પાલકોનો ભારે-મોટો વિવાદ હોવા છતાં સમાધાન કાઢી વલણ અપનાવી આ પ્રશ્ન હલ કરાવી હાલ કાર્યરત થયેલ છે તેનો પણ વિજળીમાં અમરેલી જિલ્લાને ન્યાય મળતો થાય અને નાના-મોટી ટેકનીકલ કોઇ મુશ્કેલી હોય તેનો પણ નિરાકરણ કરી ખેડુતો, વેપારીઓ, ઉદ્યોગકારો વિજળીથી વંચિત ન રહે તે પ્રશ્નને અગ્રતા આપવા મારી માંગણી (૧૦) બસપોર્ટના ઉદ્ઘાટન કરી રહ્યા છો તેવા સમાચાર પ્રેસ મિડીયા તરફથી મળી રહ્યા છે તેનો લાભ જિલ્લાની પ્રજાને મળે પરંતુ તાલુકા લેવલેના એસ.ટી.ડેપોનાં કામો બાકી હોય તેને પણ તાકીદે પુર્ણ કરાવવા વિનંતી છે.(૧૧)હિરા સાથે જોડાયેલો જિલ્લો અમરેલી મુખ્ય જિલ્લો ગણાઇ છે, હિરા કારીગરોને પણ મંદીમાં અસર ન પડે અને આત્મવિલોપન દિન-પ્રતિદિન વધી રહ્યા છે તેને બદલે અમરેલી જિલ્લામાં નાના-મોટા ઉદ્યોગો સ્થપાઇ અને તેનું પર્યાવરણને પણ નુકશાન ન થાય તે બાબતોને આવકારીએ છીએ. સાથોસાથ અમરેલી જિલ્લામાં એજન્સી ની તકો ઉભી થાય તે બાબતમાં પણ જિલ્લાને ન્યાય મળવા માંગણી છે.(૧૨)અમરેલીમાં ચક્કરગઢ રોડ ઉપર સરકારી જમીન માંથી શિક્ષણનું એક સંકુલ સ્થપાયું છે

તેનો લાભ જિલ્લાની અનેક દિકરીઓને મળી રહ્યો છે. શિક્ષણક્ષેત્રે પ્રાઇવેટાઇઝેશન વધી રહ્યું છે તેને બદલે સરકારી સારૂ શિક્ષણ મળે અને સમાજલક્ષી સંકુલ સ્થપાઇ રહ્યા છે અન્ય કોઇ સંકુલ સ્થાપી અને શિક્ષણક્ષેત્રે ગાયકવાડ સરકારી અને ગોંડલ સ્ટ્રેટ ની નીતિ પ્રમાણે ફરજીયાત શિક્ષણ અપાઇ તે માટે અમરેલી જિલ્લામાં એક અનુરૂપ દાખલા રૂપ સરકારી ધોરણે જરૂરી નિર્ણય કરવા રજુઆત સહ માંગણી છે. આ બાબતે અમોને બોલાવીને કોઈ મીટીંગ કરવામાં આવે તો તમામે સુચના આપી ન્યાય માટે રાજકરણ ને બાજુમાં રાખીને સહકારી ક્ષેત્રમાં નમુનારૂપ કામગીરી થઈ રહી છે તેવી ભવિષ્યમાં શિક્ષણક્ષેત્રે કામગીરી કરવા માટે પણ જરૂરીયાત લાગી રહી છે.(૧૩)નગરપાલિકા અને શહેરી ટાઉન પ્લેસમાં નાના વેપારીઓ ન દંડાઇ અને પોતાના ધંધા-રોજગાર સારી રીતે ચલાવી શકે તે માટે નગરપાલિકાઓને ગ્રાન્ટરૂપી સહાય આપી રોજગારલક્ષી ધંધાઓ ઉભા કરવા માટે નગરપાલિકાને પણ ન્યાય મળે તેવી મારી માંગણી છે. નગરપાલિકાને પાણી અને રસ્તા તેમજ ગંદકીમાંથી ન્યાય મળે તે માટે ગટર બનાવવાની બાકી હોય તેને અગ્રતા આપવા મારી માંગણી છે.

(૧૪)ગામડાઓમાં ખેડુતોને કોમ્પ્યુટર સહાય V.C.E. દ્વારા સગવડતા મળી રહી છે પરંતુ પગાર અને કમીશન થી વંચિત રહેતા V.C.E ને ન્યાય મળે અને ગામડાના સામાન્ય લોકોને જિલ્લા મથકે અને તાલુકા મથકે ધક્કા ઓછા થાય તે માટે V.C.E. ની પોષ્ટ મજબુત બનાવી તેઓ કાર્ય કરી શકે તે માટે પગારથી વંચિત રહ્યા છે તેવા V.C.E. ન્યાય આપવા મારી માંગણી છે. ५

(૧૫)આરોપ ક્ષેત્રે ખુબજ મુશ્કેલી પ્રવર્તિ રહી છે PHC CHC સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની ખાલી જગ્યાં પુરાઇ તેવી માંગણી છે.(૧૬) ડ્રગસ, દારૂ, રેતી ખનન ની પ્રવૃતિ દિન-પ્રતિદિન વધતી જાય છે. તત્કાલીન કડક અધિકારી હતા તેવા પોલીસમાં કડક અને ન્યાયીક કામગીરી કરી શકે, FIR નોંધવાની ના પાડે છે પરંતુ FIR એ પ્રજાનો અધિકાર છે સાચુ ખોટુ કોણ છે એ પછીની વાત છે પરંતુ પોલીસ સ્ટ્રેશને FIR ન નોંધાતી હોય તેઓની ઉપર અને જેમના પોલીસ સ્ટ્રેશનમાંથી દારૂ, જુગાર ખનન પ્રવૃત્તિ અને ડ્રગ્સ જેવી બાબતોમાં કોઇપણ અધિકારી/પદાધિકારીઓ આડકતરૂ મદદગારીમાં હોય તો તેની ઉપર કડકમાં કડક સજા રૂપી કાર્યવાહી કરવા માટે જરૂરી આદેશો આપશો તેવી આ પત્રથી રજુઆત છે. ટુકમાં અમરેલી જિલ્લાએ રાજ્યને પ્રથમ મુખ્યમંત્રી આપ્યા છે સંતો મહંતોની ભુમિનો જિલ્લો કાઠીયાવાડ કોઇ દી ભૂલો પડ ને ભગવાન એ યુક્તિ એ અમરેલી સામે જુવો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/