fbpx
અમરેલી

આજે મુખ્યમંત્રીશ્રી સાવરકુંડલા-લીલીયાને આપશે વિકાસના કામોની ભેટ ૯૫ કરોડના વિવિધ કાર્યોના ખાતમુહર્તો અને લોકાર્પણો થશે

આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી મહેશ કસવાલાના અથાગ પ્રયત્નોથી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા માટે માતબર ગ્રાન્ટો લાવ્યા જે વિધાનસભાની જનતા ભલીભાતી જાણી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાવરકુંડલા ખાતે વિકાસના કામોના ખાતમુહર્તો અને લોકાર્પણ કરશે અને સાવરકુંડલા – લીલીયાની જનતાને પ્રગતિના પંથ પર લઇ જવા કટિબઘ્ધ બનશે જેમા, સવારના ૧૦:૦૦ કલાકે સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ પાસે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા ૫૪ કરોડના ખર્ચે સાવરકુંડલા ગીરધરવાવ વચ્ચે રેલ્વે ઓવર બ્રીજનું ખાતમુહુર્ત થશે. ત્યારબાદ ઉર્જા વિભાગ દ્વારા વિજળી ડિસ્ટ્રીબયુશનને વધારે મજબુત બનાવવા અને ખેડૂતોને પુરતા વોલ્ટેજ સાથે વિજપુરવઠો મળી રહે તે માટે સાવરકુંડલાના આદસંગ, ભોંકરવા અને ગોરડકા ખાતે ૩૦ કરોડના ખર્ચે નવા ત્રણ ૬૬ કે.વી સબ સ્ટેશનનું ઈ- લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવશે અને સાવરકુંડલાના પોલીસ જવાનો માટે ૧૦.૨૯ કરોડના ખર્ચે ૫૬ આવાસોનું લોકાર્પણ તથા લીલીયા ગ્રામ પંચાયતને રૂા.૪૩ લાખના ખર્ચે સ્વચ્છતા માટે જેટીંગ
મશીનનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવશે તેમ ”અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવેલ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/