fbpx
ગુજરાત

અમદાવાદની વિવિધ શાળાઓમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની ૫૩મી રાષ્ટ્રીય રમતકૂદ સ્પર્ધાનો આરંભ થશે

કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની ૫૩મી રાષ્ટ્રીય રમતકૂદ સ્પર્ધાનો આરંભ આજે અમદાવાદની વિવિધ શાળાઓમાં થશે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનાં અમદાવાદ વિભાગની ડેપ્યુટી કમિશનર શ્રીમતી શ્રુતિ ભાર્ગવએ જણાવ્યું કે ૫૩મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતકૂદ સ્પર્ધાનો આરંભ ૧૯/૦૯/૨૦૨૪ને અમદાવાદની વિવિધ શાળાઓમાં થશે.

આ સ્પર્ધામાં પી એમ શ્રી શ્રીએ કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૧ શાહિબાગમાં ઉંમર શ્રેણી ૧૭ માટે ખો-ખો (બાળક), કેન્દ્રીય વિદ્યાલય ઓ એન જી સી ચાંદખેડામાં શતરંજ ઉંમર શ્રેણી ૧૭ (બાળક), પી એમ શ્રી શ્રીએ કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૨ અમદાવાદ છાવણીમાં ખો-ખો ઉંમર શ્રેણી ૧૪ (બાળક) અને કેન્દ્રીય વિદ્યાલય અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર વસ્ત્રાપુરમાં શતરંજ ઉંમર શ્રેણી ૧૪ (બાળક)ની સ્પર્ધાઓ માટે ઉદ્‌ઘાટન સમારંભ કરવામાં આવશે. આ ઉદ્‌ઘાટન સમારંભમાં વિવિધ મહેમાનોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૧ શાહિબાગમાં એશિયન ગેમ્સ હેઠળ શતરંજમાં કાંસ્ય પદક વિજેતા સુશ્રી હિમાંશી રાઠી, કેન્દ્રીય વિદ્યાલય ઓ એન જી સી ચાંદખેડામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર શ્રી તેજસ બાકરે, આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી શ્રી સંદીપ સાંગવાન, આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી શ્રી વિક્રમસિંહ પટેલ, આંતરરાષ્ટ્રીય શતરંજ ખેલાડી શ્રી અમરીશ કુમાર જાેશી, ઓ એન જી સી કાર્યકારી નિર્દેશક શ્રી પ્રસૂન કુમાર સિંહા, શ્રી પ્રાંજલ દ્વારા જીજીએમ અને એચ આર પ્રમુખ ઓ એન જી સી, પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૨ અમદાવાદ છાવણીમાં સ્વર્ણિમ ગુજરાત ખેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડૉ. અર્જુનસિંહ રાણા, બ્રિગેડિયર દીપક કુમાર નાયક, કેન્દ્રીય વિદ્યાલય અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર વસ્ત્રાપુરમાં આંતરરાષ્ટ્રીય માસ્ટર ચેસ ટાઈટલ ૧૯૯૯ વિજેતા શ્રી અનુપ એમ દેશમુખ અને બીજી ઘણી પ્રસિદ્ધ હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/