fbpx
ગુજરાત

આઈ.ટી એસોસીએશન દ્વારા રાજકોટમાં આઈ.ટી પાર્ક બનાવવા માટેનાં પ્રયાસો  ‘વી નીડ ટુ સી આઈ.ટી એઝ એન ઇન્વેસ્ટમેન્ટ નોટ એઝ એક્સપેન્સ’ – રોનક રૈયાણી  આઈ.ટી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કીલ્ડ વર્ક ફોર્સ જોઈએ  AI આવવાથી રોજગારીની તકો વધશે

રાજકોટ આઈ.ટી ઉદ્યોગસાહસિક આઈ.ટી એસોસીએશનનાં પ્રમુખ રોનક રૈયાણીએ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. રોનક રૈયાણી આઈ.ટી ઉદ્યોગસાહસિક છે જેમણે આઇટીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. તેમને ડોમેનમાં ૨૦ વર્ષનો વધુ અનુભવ ધરાવે છે. તેઓ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોના સ્થાનિક દૃશ્યોમાં ટેક્નોલોજી, વ્યાપાર અસરોની ખૂબ સારી સમજ ધરાવે છે. તેઓ પરમ સોફ્ટવેર, રાજકોટના સ્થાપક/પાર્ટનર છે. પરમ સૉફ્ટવેર મૂળભૂત રીતે શિક્ષણ/ઉત્પાદન/સેવા સાથે જોડાયેલ છે. હાલમાં તેઓ રાજકોટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજકોટ આઈટી એસોસિએશનના પ્રમુખ તરીકેની તેમને PPP મોડલ હેઠળ સાયબર ક્રાઈમ વિભાગ, રાજકોટ પોલીસ દ્વારા કાર્યરત સાયબર સેન્ટિનલ લેબના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમણે વર્તમાન સમયમાં આઈ.ટીની જરૂરીયાત અને ચલણ બંને વધી ગયું છે. આઈ.ટી સિવાય હવે જીવનની કલ્પના કરવી શક્ય નથી. આઈ.ટી એ હવે સર્વિસમાંથી ઉદ્યોગ બની ગયો છે. રાજકોટ એ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની કહેવાય છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનાં વિકાસ માટે આઈ.ટી એ ખુબ જ મહત્વનો ભાગ છે જેથી બિઝનેસ સાથે આઈ.ટીનો વિકાસ કરવો આવશ્યક બને છે. તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કીલ્ડ વર્ક ફોર્સ જોઈએ એવી તમામ વાતો કરી હતી.તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આઈ.ટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તેથી આ ઇન્ડસ્ટ્રીમાં આવેલો સતત ફેરફાર તેમણે ફક્ત જોયો જ નહિ પણ પોતાના કાર્યોમાં અનુભવ્યો પણ છે. પહેલાનાં સમયમાં લોકોને આઈ.ટી અંગે અક્ષરજ્ઞાન આપવું પડતું હતું અને હવે લોકો તેને સામેથી એક્સેપ્ટ કરતા થયા છે. ‘વી નીડ ટુ સી આઈ.ટી એઝ એન ઇન્વેસ્ટમેન્ટ નોટ એઝ એક્સપેન્સ’ આઈ.ટીને ખર્ચ તરીકે જોઈએ તો એને અપનાવી શકાતું નથી. આ સાથે તેમણે વર્તમાન સમયમાં ચાલી રહેલ AI વિશેની વાતોનું તથ્ય જણાવતા કહ્યું હતું કે AI આવવાથી બેરોજગારી વધશે અને એમ્પ્લોઇમેન્ટ ઘટશે એ સાવ ખોટી વાત છે ઉલટું AI ની એપિલીકેશન્સ બનાવવા માટે તેમજ તેને ઓપરેટ કરવા માટે સ્કીલ્ડ વર્કફોર્સની જરૂર પડશે. સ્કીલ્ડ વર્કર્સ માટે AI વરદાનરૂપ છે.

વિકસતા વિજ્ઞાન સાથે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પર્યાવરણ રીલેટેડ કોઈ સોફ્ટવેર કે ટેકનોલોજી બનતા હોય તો તેનો સમાવેશ ગ્રીન ટેકમાં થાય છે તેમજ આ સાથે સસ્ટેનેબલ આઈ.ટીની પણ શરૂઆત થઇ છે. કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસનું નિર્માણ થાય ત્યારે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેની તકેદારી રાખવા સસ્ટેનેબલ આઈ.ટીનો કન્સેપ્ટ આવ્યો છે. હવે આઈ.ટી ક્ષેત્રે વધતા જતા ડેટાની સાથે ડેટા મેનેજમેન્ટ અને ડેટા સિક્યોરિટી પણ થવા લાગ્યું છે. ઘણી કંપનીઓ કલાઉડ સર્વિસ આપવા લાગી છે. તેમની ટીમ દ્વારા રાજકોટમાં આઈ.ટીનાં વિકાસ માટે આઈ.ટી પાર્ક બનવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. આઈ.ટી કંપનીઓ સાથે લોકોને જોડાવા માટે રાજકોટ આઈ.ટી એસોસીએશનની વેબસાઈટ www.ritaindia.org  પર વિઝીટ કરી શકાય છે જેમાં જોબ સીકર વ્યક્તિ માટેની સુવિધા પણ શરૂ થઇ છે જ્યાં ઈન્ટર્ન/ફ્રેશર્સ/કર્મચારી પોતાની નોંધણી કરાવી શકે છે અને એક જ ક્લિકમાં વિવિધ આઈટી કંપનીઓ સાથે જોડાઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/