fbpx
ગુજરાત

ગણેશ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતરઅમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આસ્થા પર બૂલડોઝર ફેરવાઈ ગયું

મૂર્તિઓને જેસીબીથી તોડી ટ્રકમાં ભરાતા લોકોએ ગુસ્સે થયા, કોર્પોરેશનની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો મૂર્તિઓને જેસીબીથી તોડી ટ્રકમાં ભરાતા લોકોએ ગુસ્સે થયા છે. અમદાવાદ શહેરમાં ગણપતિ મહોત્સવ અને વિસર્જન ધૂમધામથી ઉજવાઈ ગયો. જાેકે, કોર્પોરેશન દ્વારા આસ્થા પર બૂલડોઝર ફેરવાઈ ગયું છે. જેસીબી દ્વારા ગણેશ મૂર્તિઓની હાલત બદતર કરાતા લોકોની આસ્થાના ઠેસ પહોંચી છે. મૂર્તિઓને જેસીબીથી તોડી ટ્રકમાં ભરાતા લોકોએ ગુસ્સે થયા છે. સામાજીક અગ્રણીએ વીડિયો વાયરલ કરી કોર્પોરેશનની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે.

લોકોએ ગણેશજીની સ્થાપના કર્યા બાદ એએમસીએ બનાવેલા કુંડમાં ગણેશજીનું વિસર્જન કર્યુ હતું. મૂર્તિના ટુકડા કરા પીરાણા પાસે ખાડામાં દાટી દેતાં લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. સામાજીક અગ્રણીઓએ કોર્પોરેશનની કામગીરીનો વીડિયો બનાવ્યો હતો. ઘણા લોકોએ ગણેશજીની મૂર્તિ પાછા પોતાના ઘરે લઈ ગયા હતા, તેમ લોકોનું કહેવું છે. એએમસીએ ૪૯ વિસર્જન કુંડ બનાવ્યા હતા. આ વર્ષે ૪૧૮૬૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયું છે. એએમસીએ બધી મૂર્તિઓ ખંડિત ન થાય તે રીતે વિસર્જિત કરવી જાેઈએ. લોકોનું કહેવું છે ક મૂર્તિ સાથે લોકોની આસ્થા, શ્રદ્ધા જાેડાયેલી છે. જાે પૂરતી માટી મળે તો યોગ્ય રીતે બાપ્પાની મૂર્તિ વિસર્જિત થઈ શકે.

Follow Me:

Related Posts