fbpx
ભાવનગર

ભાવનગરમાં રીજીયોનલ સાયન્સ સેન્ટરની બીજી વર્ષગાંઠ નિમિત્તે તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વિશેષ કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળના ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. આરએસસી ભાવનગર પાંચ અતિ આધુનિક ગેલેરીઓના માઘ્યમથી બાળકોમાં ‘STEM લર્નિંગ’ પ્રત્યે રુચિ વધારી રહ્યું છે. વિજ્ઞાનને સહભાગી બનાવી બાળકો માટે કંઈક નવું જાણવા અને શીખવાનું પ્રોત્સાહન પૂરું પાડતાં રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરમાં છેલ્લા બે વર્ષમાં પોણા બે લાખથી વધુ મુલાકાતીઓ અને 800થી વધુ શાળાના વિદ્યાર્થીઓ તથા એન્જિનિયરિંગ કોલેજ, સાયન્સ કોલેજ, મેડિકલ કોલેજ, મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીના અનેક ભવનના વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવ્યું છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર, વિજ્ઞાનને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી તથા વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. AI વર્કશોપ, સાયન્સ સમર કેમ્પ, મોન્સુન ફેસ્ટિવલ, ચંદ્રયાન-3 અને આદિત્યએલ૧લોન્ચનું લાઇવસ્ટ્રીમિંગ, ‘CSIR – જિજ્ઞાસા’કાર્યક્રમ હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક માટે ‘શિક્ષક તાલીમ વર્કશોપ, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ, ‘DIY કિટ’ ટ્રેઇનિંગ પ્રોગ્રામ, ‘ગુજરાતSTEM ક્વિઝ’, રૂરલ આઇટી ક્વિઝ, નેશનલ સાયન્સ સેમિનાર, સાયન્સ કાર્નિવલ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે. ભાવનગરના યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ, મેયર શ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડયા, શ્રી કીર્તિબેન દાણીધારીયા, શ્રી એન. વી. ઉપાધ્યાય-પૂર્વ કમિશનર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, શ્રી ગૌતમ પરમાર, IPS, IGP- ભાવનગર, ડો. ગિરીશ વાઘણી- નિયામકશ્રી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, શ્રી ડો. શિશિર ત્રિવેદી-ચેરમેનશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર જેવા અનેક મહાનુભાવોએ તેમજ સૌરાષ્ટ્રમાં કાર્યરત અનેક સંસ્થા, ચેમ્બર ઓફ કોમર્સ, રોટરીક્લબ, અંધઉદ્યોગશાળા, શૈશવસંસ્થા, રેડ ક્રોસ સોસાયટી તથા સ્નેહા ફાઉન્ડેશનને આરએસસી ભાવનગરની મુલાકાત લીધી છે. બે વર્ષપૂર્ણ થયાના ભાગરૂપે આરએસસી ભાવનગર વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યું છે.

જેમાં બાળકો માટે વિવિધ વર્કશોપ્સ જેવા કે, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રિસિટી & મેગ્નેટીઝમ, કલર યોર પોટ, ઓરીગામી, રોબોટિક્સ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત સાયન્ટિફિક મૂવી સ્ક્રિનિંગ, વોટર રોકેટરી, ફન વિથ કેમેસ્ટ્રી જેવીપ્રવૃતિઓ પણ કરાવવામાં આવશે. આ સાથે પાંચ ગેલેરીની મુલાકાતનો લાભ અને જે વર્કશોપમાં ભાગ લીધેલ હોય તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ વર્કશોપ માંટે લિમિટેડ સીટ છે તો ઝડપથી વહેલાં તે પહેલાંના ધોરણે આપેલ મોબાઈલ નંબર પર ફોન કરી રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક તથા અન્ય માહિતી માટે આપેલ નંબર 958610060 નો સંપર્ક કરી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/