નરોડા વિસ્તારમાં અમદુપુરા ખાતે કિન્નર તેમના શિષ્ય સાથે રહેતી હતી બે દિવસ પહેલા મધરાતે તેમના ઘરમાંથી રોકડા રૃા. ૧.૫૦ લાખ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૩.૮૦ લાખાના મુદ્દામાલની ચોરી થઇ હતી. જાે કે સીસીટીવી ચેક કરતાં શિષ્યએ ચોરી કરી હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરોડા વિસ્તારની એક ચાલીમાં રહેતા અને યજમાન વૃત્તિ કરીને ભરણ પોષણ કરતા કિન્નરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં તેમના શિષ્ય સામે ફરિયાદ નોઁધાવી છે
આરોપી ફરિયાદીના શિષ્ય હોવાથી તેમની સાથે રહેતા હતા. ફરિયાદી તા. ૧૭ના રોજ ઘરે સૂતા હતા અને મધરાતે જાગીને જાેયું તો આરોપી ત્યાં હાજર ન હતો બીજીતરફ ઓશિકા નીચે ચેક કરતાં તેમનું રોકડા રૃા. ૧.૫૦ લાખ ભરેલું પર્સ ગાયબ હતું. બીજીતરફ ફરિયાદીએ આરોપીની તપાસ કરતાં તે ફરાર થઇ ગયો હતો ઘરમાં જઇને જાેયું તો તિજાેરીમાંથી સોન ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી ફરિયાદી ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં આરોપી ચોરી કરી હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments