fbpx
ગુજરાત

છોટા ઉદેપુરનાં પૂર્વ સાંસદના ભત્રીજાનું ફાયરિંગમાં મોત

છોટાઉદેપુરમાં ભૂતપૂર્વ સાંસદના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ભૂતપૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ક્વાંટ તાલુકાના પીપલદી ગામે ઘટના બની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરમાં ભૂતપૂર્વ સાંસદના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ભૂતપૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાનું ફાયરિંગમાં મોત થયું છે. ક્વાંટ તાલુકાના પીપલદી ગામે ઘટના બની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવા ના પુત્ર કુલદીપ નું મોત થયું છે.

હત્યા પાછળ જૂની અદાવત હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પીપલડી ગામે પોલીસે બંદોબસ્ત કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જેમાં ગામના જ બે શખ્સો સામે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કવાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે શખ્સ મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેમાં શંકર રાઠવા અને રેવજી રાઠવા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.

Follow Me:

Related Posts