fbpx
ગુજરાત

ભાવનગરમાં એક શિક્ષક સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ

ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. સાઇબર ક્રાઇમની ટીમે ઠગાઈ કરનારા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સ અમદાવાદથી ઝડપાયા છે. શિક્ષક સાથે છેતરપિંડી કરનારા ત્રણ આરોપી ઝડપાયા છે. ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. સાઇબર ક્રાઇમની ટીમે ઠગાઈ કરનારા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સ અમદાવાદથી ઝડપાયા છે. શિક્ષક સાથે છેતરપિંડી કરનારા ત્રણ આરોપી ઝડપાયા છે. ભાવનગરમાં શેર બજારમાં ટ્રેડિંગના નામે સાયન્સ શિક્ષક સાથે રૂ.૫૩ લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

સાઈબર ગઠિયાઓએ શિક્ષકને ઓછા રૂપિયે વધુ નફાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા બાદ રકમ પડાવી લઈ છેતરપિંડી કરી હતી ભાવનગર શહેરના કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ધો.૧૧-૧૨માં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ જાેષી (ઉ.વ.૩૮, રહે, મુળ ધારપીપળા, તા.બોટાદ)એ તેમના ફેસબુક પેજ પર ગત તા.૨૮-૪ના રોજ તેમના શેરબજારને લગતી આવેલી જાહેરાતમાં આપેલી લીન્ક મારફત અવેન્ડસ બિઝનેસ સ્કૂલ નામનું વોટ્‌સએપ ગુ્રપ જાેઈન કર્યું હતું. જેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી હોય, થોડા દિવસ પછી ગુ્રપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક આવતા શિક્ષક ચેતનભાઈએ તે આફમેપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ તેમજ ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવું જણાવતા શિક્ષકે તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું .

Follow Me:

Related Posts