ગઈકાલે કાશ્મીરમાં બડગામ વિસ્તારમાં બીએસએફના જવાનનોને લઈને જતી એક બસ ખીણમાં ખાબકતા પ્રાપ્ત માહિતી અનુસાર ૪ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા સ્પેનમાં ચાલી રહી છે અને તે દરમિયાન તેમને આ સમાચાર મળ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અકસ્માતની અન્ય ઘટનામાં તળાજા નજીક રાજપરા પાસે હાઇવે પર બે આશાસ્પદ યુવાનોના માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા એમના પરિવારજનોને પણ રૂપિયા 30,000 ની સહાયતા રાશિ પત્રકાર શ્રી જીતુભાઈ જોશી દ્વારા પહોંચાડવામાં આવશે. એ ઉપરાંત સિહોર નજીક રંઘોળા ના એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું છે તેના પરિવારને પણ રુપિયા ૧૫,૦૦૦ ની સહાય પત્રકાર શ્રી મુકેશભાઈ પંડિત દ્વારા મોકલવામાં આવશે. કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ ટોરેન્ટોથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.
બીએસએફના જવાનો અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

















Recent Comments