રાજ્યમાં વર્ષ ૨૦૦૭-૨૦૦૮થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અમલી છે. અમરેલી જિલ્લા પંચાયત ભવનથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૮ વાગ્યે તમાકુ મુક્તિના સંકલ્પ સાથે જનજાગૃત્તિ રેલીને પ્રસ્થાન કરાવશે. આ તકે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૨.૦’નું લોન્ચિંગ કરવામાં આવશે. તમાકુથી થતાં નુકશાન અને મહામારી અટકાવવાના ઉદ્દેશ સાથે યોજાનાર આ રેલીમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા માટે નોડલ ઓફિસર શ્રી ટોબેકો કંટ્રોલ અને અમરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૨.૦’નું લોન્ચિંગ : જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા જનજાગૃત્તિ રેલીનું પ્રસ્થાન કરાવશે


















Recent Comments