વડોદરામાં ઝડપે આવતી બાઈક મહિન્દ્રા ઠેંફ કાર સાથે અથડાતા જ યુવકનું મોત
મહિન્દ્રા જીેંફ કાર સાથે અથડાઈને ફંગોળાઈ જાય છે વડોદરા-વાઘોડિયા રોડ બાઈક ચાલકનો મહિન્દ્રા ઠેંફ કાર અને પિકઅપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતના ભયાનક સીસીટીવી હવે સામે આવ્યા છે. જેમાં પૂરઝડપે જઈ રહેલો યુવક પહેલા મહિન્દ્રા જીેંફ કાર સાથે અથડાઈને ફંગોળાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાય છે.
મૂળ છોટાઉદેપુર જિલ્લા અને હાલ વડોદરા જિલ્લાના વાઘોડિયાના લીમડા ખાતે રહેતા પ્રવીણભાઈ ગોબરભાઈ તડવી એ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો દીકરો મેહુલ છેલ્લા દોઢ વર્ષથી વાઘોડિયા ય્ૈંડ્ઢઝ્રમાં આવેલા પ્લોટ નં-૪૨૦માં આવેલ શ્રીજી વે બ્રિજ ઉપર નોકરી કરતો હતો. તેને ૬ મહિના પહેલાં ્ફજી કંપનીની રાઇડર બાઈક લીધી હતી. ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ વાગ્યે મારો દીકરો મેહુલ અમારા ઘરેથી વાઘોડિયા ય્ૈંડ્ઢઝ્રમાં તેની બાઈક લઈને નોકરી પર ગયો હતો અને બપોરે ૧૨ વાગ્યે મેં મારા દીકરાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આજે ઘરે જમવાનું બનાવ્યું નથી, જેથી તું હોટલમાંથી જમવાનું લઈ ઘરે આપવા માટે આવજે. તેમ જણાવતાં તેણે કહ્યું હતું કે, હું વાઘોડિયા ય્ૈંડ્ઢઝ્રમાંથી નીકળું છું અને જમવાનું આપી જાઉં છું.ત્યાર બાદ બપોરના ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતો, તે વખતે મારા મોબાઇલ પર મારા છોકરાના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને સામે અજાણ્યો માણસ બોલતો હતો. તેણે મને કહ્યું હતું કે, આ મોબાઇલવાળા ભાઈનો એપોલો કંપનીના મેઈન ગેટ સામે એક્સિડન્ટ થયો છે.
Recent Comments