fbpx
ગુજરાત

દાહોદમાં ૬ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસમાં બાળકીની હત્યા કરવામાં આવી

શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકીની હત્યા કરી હતી. દાહોદમાં બે દિવસ પહેલાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પહેલાં ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી, જેમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકીની હત્યા કરી હતી. જાેકે, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે, શાળામાં ગોવિંદ નટ નામના આચાર્યે બાળકીની હત્યા કરી હતી.

આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે તેની માતા પાસેથી લગભગ ૧૦ વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે ત્યાં બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું, જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું. આખો દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જાેઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી.

શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં. પોલીસ સામે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે.દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ ૧ માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ ૧૯ સપ્ટેમ્બર સવારે ૧૦ વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી.

Follow Me:

Related Posts