fbpx
રાષ્ટ્રીય

ભારતમાં Mpoxના ખતરનાક સ્ટ્રેનનો પ્રથમ દર્દી મળી આવ્યો, UAEÚથી કેરળ આવ્યો હતો

ભારતમાં મંકીપોક્સના ક્લેડ-૧ સ્ટ્રેનનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. ગયા મહિને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ઉૐર્ં) દ્વારા વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરાયેલા મંકીપોક્સ (સ્ॅર્ટ) વાયરસના આ સ્ટ્રેનનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો છે અને ગયા અઠવાડિયે કેરળમાં એક વ્યક્તિને તેનાથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરી હતી. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) થી પરત આવેલા મલપ્પુરમના ૩૮ વર્ષીય રહેવાસીને ‘ઝ્રઙ્મટ્ઠઙ્ઘી ૧મ્ સ્ટ્રેન’ ના ચેપનું નિદાન થયું છે. દર્દીની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “ મંકીપોક્સનો આ સ્ટ્રેનનો તે પહેલો કેસ હતો. આ સ્ટ્રેનને કારણે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને બીજી વખત સ્ર્ઁંઠ ને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી.

મંકીપોક્સ એ વિશ્વના સૌથી ખતરનાક વાયરસમાંથી એક છે. આફ્રિકન ખંડમાં તબાહી મચાવનાર મંકીપોક્સ વાયરસનો ખતરનાક પ્રકાર ક્લેડ-૧ હવે ભારતમાં પહોંચી ગયો છે. દેશમાં આ જીવલેણ વાયરસનો પહેલો કેસ કેરળમાં સામે આવ્યો છે. આ વાયરસને ગંભીરતાથી લેતા, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને જ તેને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. આજે અમે તમને જણાવીશું કે મંકી પોક્સનો પહેલો કેસ ક્યાં જાેવા મળ્યો હતો. દરમિયાન, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે વિદેશથી પાછા ફરનારા અને અન્ય લોકોને અપીલ કરી છે કે જાે તેઓમાં લક્ષણો હોય તો આરોગ્ય વિભાગને જાણ કરો અને શક્ય તેટલી વહેલી તકે સારવાર કરો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે વિવિધ જિલ્લાઓની સરકારી હોસ્પિટલોની યાદી પણ બહાર પાડી જ્યાં અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે સારવાર અને અલગતાની સુવિધાઓ બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે આ સિવાય રાજ્યની તમામ મેડિકલ કોલેજાેમાં પણ સારવાર ઉપલબ્ધ છે. લોકોને જાગ્રત રહેવાની અપીલ કરતા જ્યોર્જે કહ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગે અનેક આફ્રિકન દેશોમાં એમપોક્સ ચેપના ફેલાવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર રાજ્યના એરપોર્ટ પર દેખરેખ વધારી છે. તેમણે કહ્યું કે જે દેશોમાં સંક્રમણના કેસ નોંધાયા છે તે દેશોમાંથી આવતા લોકોને જાે તેમનામાં કોઈ લક્ષણો હોય તો એરપોર્ટ પર જાણ કરવા કહેવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે ૨૦૨૨ માં એમપોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારથી, કેરળએ આ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અપનાવી છે અને તે મુજબ આઇસોલેશન, સેમ્પલ કલેક્શન અને સારવાર સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દરેક હોસ્પિટલને આ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. જ્યોર્જે લોકોને, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને અસરગ્રસ્ત વ્યક્તિઓના સેમ્પલ લેતાં, જરૂરી સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું.

Follow Me:

Related Posts