રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી ૩૩ યોજનાઓના ૨,૨૪૯ લાભાર્થીઓને રુ.૩.૧૭ કરોડના સાધન સહાયનું વિતરણ
અમરેલીમાં તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે જન કલ્યાણકારી યોજનાઓના લાભો ગરીબોને હાથોહાથ વિતરણ થશે. અમરેલી સ્થિત લીલીયા રોડ ખાતેના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષ સ્થાને અને સાસંદશ્રી ભરતભાઇ સુતરિયા, ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૪માં રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ ૩૩ યોજનાઓનું જિલ્લાના ૨,૨૪૯ લાભાર્થીઓને રુ. ૩.૧૭ કરોડની સાધન સહાયનું ગરીબોને વિતરણ કરવામાં થશે.આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રોજગારલક્ષી વિવિધ સાધનસામગ્રીની કિટ આપવામાં આવશે. આ કિટમાં ખેતીલક્ષી, કડિયા કામ, બ્યુટી પાર્લર, વેલ્ડીંગ કામ, પ્લમ્બિંગ કામ, સુથારી કામ સહિત રોજગારલક્ષી વિવિધ ૮૩૬ કિટથી લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ગરીબ વંચિત તેમજ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી વ્યક્તિગત અને સમૂહ યોજનાલક્ષી લાભ સીધા જ હાથો હાથ પહોંચાડવા વર્ષ-૨૦૦૯માં ગરીબ કલ્યાણ મેળાનો ઉપક્રમ શરુ કરાવ્યો હતો. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈ કસવાલા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડિયા, જનકભાઈ સુતરિયા, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
Recent Comments