એસ.ટી.ના અધિકારીઓ અને કોલેજના સ્ટાફ દ્વારા મુસાફરોમાં સ્વચ્છતા જાગૃતિ માટે અનોખું પગલું ભર્યું.સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કૉલેજના એન.એસ.એસ. વિભાગના વિધાર્થી ભાઈઓ બહેનો દ્વારા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતે વોલ પેન્ટિંગ કરવામાં આવ્યું હતું.સાવરકુંડલા એસ.ટી. બસસ્ટેશન ખાતે વોલ પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિક ઉજવણીનાં ભાગરૂપે વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા NSS વિભાગ અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એસ.ટી. સાવરકુંડલાનાં સંયોજનથી NSS સ્વયંસેવકો દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સાવરકુંડલામાં Wall painting કરવામાં આવ્યું હતુ સ્વચ્છતા વિષય પર વિદ્યાર્થીઓએ જુદા જુદા ચિત્રો બનાવ્યા હતા આ Wall painting માટે પ્રોત્સાહિત કરવા, વાહન વ્યવહાર નિગમ અધિકારી ડેપો મેનેજર વી.એચ.નથવાણી, સ્ટેન્ડ ઇન્ચાર્જ પુનિત જોષી, જે.એ.ટ્રાફિક હર્ષદ ભટ્ટ, વોચમેન પ્રકાશગીરી ગોસ્વામી, સિક્યુરિટી ઇન્ચાર્જ વિશ્ર્વાસ દવે, પંકજ મારુ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના પ્રિ.ડૉ. એસ.સી.રવિયા અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. આશિષ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાવરકુંડલા એસ.ટી.ડેપોની દીવાલો પર એન.એસ.એસ.ના વિધાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિના વોલ પેન્ટિંગ દોરવામાં આવ્યા.


















Recent Comments