ગુજરાત

અમદાવાદમાં અસામાજિક તત્વોનાં કારણે એક યુવકએ ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો માથું ઉચકીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. નરોડામાં ગઇકાલે જીમમાં ગયા બાદ મિત્રો રોડ ઉપર કોમ્પેલક્ષ પાસે બેઠા હતા આ સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ આવીને અહીયાં કેમ બેઠા છો કહીને એક યુવકને માર માર્યો હતો જ્યારે બીજા યુવક ઉપર ચાકુથી હુમલો કર્યા બાદ ફરિથી અહિયાં આવશો તો બધાને મારી નાંખીશું કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડા વિસ્તારમાં રહેતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં દિપક સિકરવાર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે યુવક તેના મિત્રો ગઇકાલે રાતે નરોડા સ્મશાન નજીક આવેલા જીમમાં ગયા હતા જીમ પૂર્ણ કરીને નજીકના કોમ્પલેક્ષ પાસે બેઠા હતા ત્યારે આ સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ આવીને અહીયાં કેમ બેઠા છો કહીને એક યુવકને લાફા માર્યા હતા અને એક યુવક તું મને ઓળખતો નથી મારુ નામ દિપક સિકરવાર કહીને ફરિયાદી યુવકને કપાળમાં ચાકુ મારીને લોહી લુહાણ કરી દીધા બાદ ત્રણેેયને માર માર્યો હતો જતા જતા ફરિથી અહિયાં આવશો તો બધાને મારી નાંખીશું કહીને ધમકી આપી હતી. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts