રાષ્ટ્રીય

યાત્રીગણ ધ્યાન આપે!! આ વંદે ભારતના ટાઈમ ટેબલમાં થયો છે ફેરફાર, ચેક કરો સંપૂર્ણ જાણકારી

દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારતને લઈને યાત્રિકો ઘણાં જ ઉત્સાહિત હોય છે. હાલમાં જ રેલવેએ અનેક વંદે ભારતની ભેટ લોકોને આપી છે. આ કડીમાં પુણે-હુબલી વંદે ભારત એક્સપ્રેસ પણ શરુ કરવામાં આવી છે. આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા 16 સપ્ટેમ્બરે ગ્રીન સિગ્નલ આપીને કર્યું હતું. મળતી માહિતી મુજબ આ ટ્રેનના ટાઈમ ટેબલમાં હવે ફેરફાર કરાયા છે. આ વંદે ભારત એક્સપ્રેસ હુબલી અને પુણે વચ્ચે એટલે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકને જોડે છે અને તેનું મેનેજમેન્ટ દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોન દ્વારા કરવામાં આવે છે. દક્ષિણ-પશ્ચિમ રેલવેએ આ ટ્રેનને બેલગાવી અને ધારવાડ જેવા સ્ટેશનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે.પુણે-હુબલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20669, હુબલીથી સવારે 5 વાગ્યે રવાના થઈને બપોરે 1-30 વાગ્યે પુણે પહોંચે છે.

વાપસીની યાત્રામાં આ ટ્રેન નંબર 20670 પુણેથી બપોરે 2-15 વાગ્યે રવાના થાય છે જે હુબલી જંકશન રાત્ર 10-45 વાગ્યે પહોંચે છે. ફાયનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ક્ષેત્રીય રેલવેએ 3 ઓક્ટોબર , 2024થી વિશેષ રૂપથી બેલગાવી અને ધારવાડ સ્ટેશનો પર આ સેવા માટે સમયમાં સંશોધનની જાહેરાત કરી છે. દક્ષિણ-પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે, આ ટ્રેન હવે બેલગાવીમાં 8-15/8-20એ અને ધારવાડમાં 10-13/10-15 વાગ્યે પહોંચશે/પ્રસ્થાન કરશે. જ્યારે કે પહેલા આ સમય 8-35/8-40 વાગ્યે અને 10-20/10-22 વાગ્યાનો હતો.આ વંદે ભારત એક્સપ્રેસ 558 કિલોમીટરનું અંતર માત્ર 8 કલાક અને 30 મિનિટમાં પુરું કરે છે, જે આ રુટ પર સૌથી ફાસ્ટ ટ્રેન છે. તેની તુલનાએ યૂબીએલ-ડીઆર એક્સપ્રેસ 11 કલાક અને 20 મિનિટ જ્યારે એસજીએનઆર હમસફર એક્સપ્રેસ 11 કલાક 45 મિનિટ લે છે.પુણે-હુબલી વંદે ભારત એક્સપ્રેસ ધરવાડ, બેલગાવી, મિરાજ જંકશન, સાંગલી અને સતારા જેવા પાંચ સ્ટેશનો પર રોકાય છે. ટ્રેન ધારવાડ અને સાંગલીમાં 2 મિનિટ, સતારામાં 3 મિનિટ અને બેલગાવી અને મિરાજ જંકશન પર 5 મિનિટ રોકાય છે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એક્ઝીક્યૂટિવ કોચ અને એસી ચેર કાર જેવા બે સીટિંગ વિકલ્પ ઉપલબ્ધ છે. ટ્રેન નંબર 20669 સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે દોડે છે. જ્યારે ટ્રેન નંબર 20670 સોમવાર, ગુરુવાર અને શનિવારે ચાલે છે.

Related Posts