ગુજરાત

ભાવનગરનાં પાલિતાણામાં દારૂની ૨૦૫ બોટલ સાથે લોકોને પકડવામાં આવ્યાં

પાલિતાણા તાલુકાના સાંજણાસર-રાજપરા ગામની સીમમાંથી રાજપરાના એક શખ્સને વિલાયતી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો તળાજાના કુંઢડા ગામના બુટલેગર પાસેથી લાવ્યાની ઝડપાયેલા શખ્સે કબૂલાત આપી હતી. બનાવની મળતી વિગત અનુસાર પાલિતાણા તાલુકાના રાજપરા (ઠાડચ) ગામે રહેતો જયપાલસિંહ સાબુભા ગોહિલ નામના શખ્સે રાજપરા ગામના ડુંગરમાં જવાના રસ્તે આવેલ સાંજણાસર-રાજપરા ગામની સીમ વિસ્તારની પડતર જગ્યા, નેરાની કાંટમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મધરાત્રિના સમયે દરોડો પાડી જયપાલસિંહ ગોહિલને વિદેશી દારૂની નાની-મોટી બોટલ નં.૨૦૫ પાસે ઝડપી લઈ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો હનુ કામળિયા (રહે, કુંઢડા, તા.તળાજા) નામના બુટલેગર પાસેથી મંગાવ્યાની કબૂલાત આપી હતી. જે બનાવ અંગે એલસીબીએ બન્ને શખ્સ સામે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

Related Posts