અમદાવાદનાં રામોલમાં એક યક્તિએ તેનાં વિરુધ્ધ ફરિયાદ થતાં સસરા ઉપર તલવારથી હુમલો કરીયો

રામોલમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે પત્ની પિયરમાં રહેવા જતી રહી હતી. જેને લઇને તેના ભાઇએ બહેનની સાસરીમાં જઇને તકરાર કરીને વાહનોની તોડફોડ કરી હતી. જે બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેની અદાવત રાખીને બહેનના ભાઇએ રામોલમાં જઇને બહેનના સસરાને કેમ મારા વિરુધ્ધમાં તારી ભાભીએ ફરિયાદ નોધાવી કહીને તલવારથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રામોલમાં રહેતા આધેડે રામોલ પોલીસ સ્ટશનમાં બાપુનગરમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્રના લગ્ન બાપુનગરમાં બે વર્ષ અગાઉ કર્યા હતા.
પરંતુ પત્ની સાથે અણબનાવ બનતા તે પિયરમાં રહેવા જતી રહી હતી. ત્યારે ફરિયાદીના પુત્રનો સાળો આરોપી ત્રણ દિવસ પહેલા તેમના ઘરે રામોલ ખાતે આવ્યો હતો અને કેમ મારી બહેનને તમારી સાથે રાખતા નથી કહીને તકરાર કરીને ટુ-વ્હીલર અને રિક્ષાના કાચ તોડીને નાસી ગયો હતો. જે અંગે તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. બીજીતરફ ગઇકાલે ફરિયાદી જનતાનગર શોપીંગ પાસે બેઠા હતા તે સમયે આરોપી મોપેડમાં હાથમાં તલવાર લઇને આવ્યો હતો અને ગાળો બોલીને તારા ભાઇની પત્નીએ મારા વિરુધ્ધ કેમ ફરિયાદ નોંધાવી છે કહીને તલવાર ફેરવતો હતો આથી ફરિયાદી જીવ બચાવીને ભાગ્યા તો૨ તેણે તલવાર પગના ભાગે મારી હતી બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી નાસી ગયો હતો. આ ઘટના અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments