Ranbir Kapoor: બૉલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર આજે 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 42મો જન્મદિન મનાવી રહ્યો છે. આ ખાસ અવસરે ફેન્સ સોશિયલ મીડિયામાં પોત-પોતાના આગવા અંદાજમાં અભિનેતાને શુભકામના પાઠવી રહ્યા છે. એવામાં રણબીર કપૂરે પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. હકીકતમાં અભિનેતા હવે બિઝનેસમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. રણબીર કપૂરની માતા નીતુ કપૂરે આ જાણકારી આપી છે.નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર રણબીરનો એક વીડિયો શેર કરીને પુત્રને જન્મદિનની શુભકામના પાઠવી છે. આ વીડિયો સાથે નીતુ કપૂરે લખ્યું કે, પુત્ર, ભાઈ, પતિ, પિતા અને હવે ફાઉન્ડર. જન્મદિનની શુભકામના રણબીર. આશા છે કે, ARKSનો જન્મ આ દિવસને ખાસ બનાવશે. તને મારા આશીર્વાદ.ફેન્સના મતે ARKSનું ફૂલ ફોર્મ ‘એ રણબીર કપૂર સ્નીકર્સ’ છે. બ્રાન્ડના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પરથી પણ આજે પહેલી પોસ્ટ કરવામાં આવી હતી. જેનું શિર્ષક હતું ફાઉન્ડરને મળો.હકીકતમાં રણબીર કપૂર પહેલાથી જ સ્નીકર્સના બિઝનેસમાં ઝંપલાવવા માંગતો હતો, પરંતુ ભારતીય માર્કેટની વધારે સમજ ના હોવાથી ડરી રહ્યો હતો. આખરે પોતાના 42માં જન્મદિને રણબીર કપૂરે આ સપનું સાકાર કરી લીધુ છે. રણબીર કપૂરે ભલે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન ના આપ્યું હોય, પરંતુ માતા નીતુ કપૂરે તેને ARKSનો ફાઉન્ડર જાહેર કરી દીધો છે.
‘પુત્ર, ભાઈ, પતિ, પિતા અને હવે ફાઉન્ડર’- 42માં જન્મદિને અભિનેતામાંથી બિઝનેસમેન બન્યો રણબીર કપૂર

Recent Comments