ભાવનગર

વિશ્વ હૃદય દિવસે હૃદયની વાત કહેતું રક્ષા શુક્લ લિખિત ‘પ્રેમનો પડછાયો’નો લોકાર્પણ

તાજેતરમાં કૉલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લના પુસ્તક ‘પ્રેમનો પડછાયો’નો  લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વિમોચન કરતા સુપ્રસિદ્ધ લેખક તરુણ દત્તાણીએ કહ્યું કે ‘આ નવલકથા વાંચતા ઋષિકેશ મુખર્જીની ફિલ્મ જોતા હોઈએ એવું લાગે છે. સબળ ભાષાકર્મ દ્વારા પાત્રોને જીવંત કર્યા છે’. સુખ્યાત લેખક રાજ ભાસ્કરે કહ્યું કે ‘આ કૃતિ પરથી ગુજરાતી ફિલ્મ ‘વ્હાલા, થોડું સમજો તો સારું’ નિર્માણ પામી  છે, પણ આ નવલ પરથી હિન્દી ફિલ્મ પણ બની શકે એટલી સબળ છે’

વિશ્વ હૃદય દિવસે એક હૃદયથી બીજા હ્રદય સુધી જતા આ પુસ્તકને વધાવવા હૃદયગીતોનું ગાન કૃતિ મેઘનાથી, રક્ષા શુક્લ, પ્રથમ ત્રિવેદી અને જાણીતા ગાયિકા માયા દીપકે કર્યું હતું. જાણીતા દિગ્દર્શક રાજેશ ભટ્ટે નવલકથા પરથી ફિલ્મની ક્રિએટીવ પ્રોસેસ વિશે અને નિર્માતા અને અભિનેતા  જિગર બુંદેલાએ ફિલ્મ નિર્માણના તબક્કાઓ વર્ણવ્યા હતા. નવભારત સાહિત્ય મંદિરના કૃણાલ શાહે સંકલન અને સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીએ સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતિમ તબક્કામાં કવિ-કલાકાર સંવાદ  યોજાયો હતો. ગુજરાતી ફિલ્મના અનેક જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા.

Related Posts