fbpx
ગુજરાત

વડોદરાનાં જાંબુવાથી તરસાલી જતા રોડ પર દારૃ ભરેલી કાર પકડવામાં આવી તેમાં ૭.૬૨ લાખનો દારૃ કબજે

જાંબુવાથી તરસાલી જતા રોડ પર ખુલ્લા મેદાનમાં કારમાં દારૃ ભરીને ડિલીવરી માટે ઉભેલા બૂટલેગરના ડ્રાઇવરને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. જ્યાર અન્ય કારમાં બેઠેલો બૂટલેગર અને તેનો સાગરિત પોલીસને જાેઇને ભાગી ગયા હતા. પોલીસે ૭.૬૨ લાખનો વિદેશી દારૃ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રેડ પાડવા માટે થર્મલ ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે, ભાલીયાપુરામાં રહેતો આકાશ ઠાકરડાનો માણસ સમીર સોલંકી જાંબુવાથી તરસાલી જતા રોડની ડાબી બાજુ ખુલ્લા મેદાનમાં તેના માણસો સાથે નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કારમાં દારૃ ભરીને ડિલીવરી કરવા માટે ઉભો છે.

જેાથી, મકરપુરા પી.ઔઆઇ. વી.એસ. પટેલની સૂચના મુજબ, સ્ટાફના હે.કો. સંજય તાથા અન્યએ ઉપરોક્ત સૃથળે રેડ કરી હતી. પોલીસને ફોર્ચ્યુનર કાર મળી આવી હતી. તેની સીટ પર એક વ્યક્તિ બેઠો હતો. તેણે પોતાનું નામ સમીર રાયસંગભાઇ સોલંકી હોવાનું જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૃની બોટલો તાથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૃ તાથા બિયરના ટીન મળી કુલ૩,૪૦૮ બોટલ કિંમત રૃપિયા ૭.૬૨લાખની કબજ કરી હતી. પોલીસે પકડાયેલા આરોપીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, હું આકાશ ઠાકરડાની ત્યાં માસિક ૬ હજારના પગાર પર ડ્રાઇવર તરીકે નોકરી કરૃં છું. ગઇકાલે સાંજે રેણાથા ચોકડી કવાંટ ગયા હતા.

આકાશ ઠાકરાડાએ દારૃ ભરેલી કાર આપી વડોદરા આવવા કહ્યું હતું. મારી સાથે રોહિત રાવજી બેઠો હતો. જ્યારે આકાશ ઠાકરડા કાળા કલરની કારમાં પાયલોટિંગ કરતો હતો. તેની સાથે ગાડીમાં સુનિલ ઉર્ફે ભાણો તાથા જગદીશ ઉર્ફે મામા રાવલ બેઠા હતા. પોલીસને જાેઇને તેઓ ભાગી ગયા હતા.આકાશના કહેવા મુજબ આ દારૃના જથૃથામાંથી ૧૦ પેટી રમીલાબેનને આપવાની હતી. બાકીનો દારૃ કોને આપવાનો હતો તેની મને જાણ નાથી. પોલીસે દારૃ, મોબાઇલ ફોન, રોકડા અને કાર મળીને કુલ રૃપિયા૧૬.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Follow Me:

Related Posts