fbpx
ગુજરાત

અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષકએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો

વિદ્યાર્થી પોતાની જગ્યાએ બેઠો હતો ત્યાં જ શિક્ષક અભિષેક પટેલ વગર કારણે ઢોર માર મારી રહ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીને અમદાવાદમાં વટવામાં માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને શિક્ષકે વગર કારણે માર મારતા મામલો બિચક્યો હતો. આ સમગ્ર ઘટના શાળાના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડ્ઢઈર્ંએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. માહિતી મુજબ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરાયો છે. સીસીટીવીમાં જાેવા મળે છે કે વિદ્યાર્થી પોતાની જગ્યાએ બેઠો હતો ત્યાં જ શિક્ષક અભિષેક પટેલ વગર કારણે ઢોર માર મારી રહ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીને પકડીને બ્લેક બોર્ડ પર માથુ પછાડે છે, કેટલાય લાફા ચોંટાડતા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી તેમ જાણવા મળ્યું છે. ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.

Follow Me:

Related Posts