ગુજરાત

નરોડામાં પાણી પૂરીની લારીવાળા યક્તિને બે ભાઇએ ચાકુના ઘા મારી લોહી લુહાણ કરી દીધો

પૂવ વિસ્તારમાં લૂખ્ખા તત્વો માથુ ઉચકીને નિર્દોષ લોકો ઉપર કોઇ વાંક ગુના વગર ઘાતક હુમલા કરી રહ્યા છે. નરોડામાં પાણી પૂરીને લાગી ધરાવતા બે સગા ભાઇને એક શખ્સે આવીને ગાળો બોલીને માર માર્યો હતો બાદમાં ફરીથી આવીને ચાકુ ઘા મારીને બન્ને ભાઇને લોહી લુહાણ કરીને નાસી ગયો હતો.

આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરોડામાં રાજચન્દ્ર કોમ્પલેક્ષમાં રહેતા અને ત્યાં ચાર રસ્તા પાસે યુનિયન બેન્ક પાસે દ્વારકેશ નામથી પાણી પુરીની લારી ધરાવીને વ્યવસાય કરતા યુવક નરોડા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે ફરિયાદી અને તેમનો નાનો ભાઇ લારી ઉપર હાજર હતા ત્યારે આરોપી આવ્યો હતો અને અચાનક ગાળો બોલીને તકરાર કરીને મારા મારીને જતો રહ્યો હતો. થોડી વારમાં ચાકુ લઇને આવ્યો હતો અને ફરિયાદીને માર મારીને ચાકુના ઘા મારી દીધા હતા તેમનો ભાઇ બચાવવા વચ્ચે પડતાં તેને પણ ચાકુના ઘા મારીને બન્ને ભાઇને લોહી લુહાણ કરીને નાસી ગયો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ બન્ને ભાઇને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts