વિહળધામ પાળીયાદ ખાતે ધર્મસ્તંભ (ધજાગરો) નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મ સ્તંભ તરીકે વર્લ્ડ ગિનેસ બુક ઓફ રેકોર્ડ માં નામ નોંધાવ્યું
બોટાદ વિહળધામ પાળીયાદ ખાતે ધર્મસ્તંભ (ધજાગરો) નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મ સ્તંભ તરીકે genius world record વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું.તારીખ ૦૨/૧૦/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ધર્મસ્તંભ (ધજાગરો) નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મ સ્તંભ તરીકે genius world record વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું હતુ…આ તકે શ્રી આનંદ રાજેન્દ્રનંદજી વર્લ્ડ રેકોર્ડ ના નિર્ણાયક , રૂબીક્યુબ એમ્બેસેડર ઓફ ઇંડિયા અને શ્રી આનંદ રવિકુમાર આ પ્રસંગે પાળીયાદ ઉપસ્થિત રહી એમના હસ્તે જગ્યાના ગાદીપતિ પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ને આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત વિહળ પરિવાર સેવક સમુદાય પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments