અમદાવાદનાં શાહીબાગમાં એક યક્તિએ સિક્યુરિટી ગાર્ડને છરીના ઘા મારી લોહી લુહાણ કર્યો
શાહીબાગમાં કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં સાગરીતો સાથે બેસી રહેતા શખ્સને સિક્યુરીટી ગાર્ડે ઠપકો આપ્યો હતો. જેેની અદાવત રાખીને શખ્સે તેના ત્રણ મિત્રો સાથે મળીને ગાર્ડને માર મારી છરીના ઘા મારતા લોહી લુહાણ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત સિક્યુરીટી ગાર્ડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અસારવામાં રહેતા અને સિક્યોરીટી ગાર્ડે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ અગાઉ તેઓ શાહીબાગ શુકન કોમ્પલેક્ષમાં ફરિયાદી ડયુટી પર હાજર હતો. તે સમયે તેમના જ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે નોકરી કરતા આરોપી બે દિવસ પહેલા બહારના માણસોને લઈને બેઝમેન્ટમાં ઉભો હતો. જે વાતને લઈને ફરિયાદી ગાર્ડ યુવકની ટકોર કરી હતી જેની અદાવત રાખીને ગુરુવારે સિક્યોરીટી ગાર્ડને જાેતાની સાથે ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ગાર્ડ સાથે મારા મારી કરીને ચારેયે ભેગા મળીને ફરિયાદી ગાર્ડને ઢોર માર મારીને કપાળેે તથા આંખ નીચે ઉપર અને બન્ને હાથે છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય ત્યાંથી નાસી ગયા હતા. અને ઇજાગ્રસ્ત ગાર્ડને સારવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Recent Comments