અમરેલી

ઈકો સેન્સીટીવ ઝોનના કાયદા અન્વયે ધારાસભ્યોને ગાંધીનગર ધામા

વનમંત્રી મુળુભાઈ બેરા સમક્ષ ગ્રામીણ ગામડા ના ખેડૂતોની સમસ્યા નિવારવા ધારાસભ્યો ની માંગવિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, જે.વી.કાકડીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠકનિત્યાનંદ શ્રીવાસ્તવ અને અમરેલી ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલા સાથે પરામર્શ બેઠક કરી ખેડૂતો ને સમજાય તેવી સરળ ભાષામાં સ્પષ્ટતા કરવા તંત્રને ખાસ અનુરોધ…ઈકો સેન્સીટીવ ઝોન ને લઇ ને ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામીણ ગામડાઓનાં ખેડૂતોની રજૂઆતો અન્વયે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા, અને ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આજે ગાંધીનગર ખાતે વનમંત્રી મુળુભાઇ બેરા સમક્ષ ઇકો સેન્સીટીવ ઝોન ના કાયદામાં ગામડાઓમાં ખેડૂતોમાં ઊભી થયેલી વિસંગતા ને લઈને અમરેલી જિલ્લામાં આવતા ગામડા ના ખેડૂતો સિંહોના રક્ષક સાથે સિંહોના રખેવાળ હોય

ત્યારે સરકાર દ્વારા સિંહો બચવના અભિગમ સાથે ખેડૂતોને મુશ્કેલીઓ ના પડે અને ખેડૂતોને ઇકો સેન્સીટીવ ઝોન ના કાયદા થી નુકસાન થવાની ઊભી થયેલી દહેશત અંગે વન મંત્રી સમક્ષ અમરેલી જિલ્લાના ધારાસભ્યોએ ખેડૂત હિત માં રજૂઆતો કરીને તાકીદે ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તે અંગે થયેલી ફળસ્વરૂપ રજૂઆતો વનમંત્રી મુળુભાઇ બેરા એ ધ્યાને લીધી હતી. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ નિત્યાનંદ શ્રીવાસ્તવ સાથે ધારી ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા સાથે પરામર્શ બેઠક યોજી હતી. ઇકો સેન્સીટીવ ઝોન ના કાયદામાં સુધારા લાવવા અંગેની ધારાસભ્યો ની રજૂઆત નું નિરાકરણ લાવવાની તંત્રના અધિકારીઓ સાથે વનમંત્રીએ ધરપત આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે

Related Posts