કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’નું વિસ્ફોટક ટ્રેલર ૯ ઓક્ટોબરે રાજ મંદિર સિનેમા, જયપુર ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું. કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ હોરર કોમેડી ફિલ્મના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી. અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ટી-સિરીઝના વડા ભૂષણ કુમાર પણ સ્ટાર કાસ્ટ સાથે જાેવા મળ્યા હતા. ‘ભૂલ ભૂલૈયા ૩’નું ટ્રેલર હોરર અને કોમેડીથી ભરપૂર છે. આ વખતે રૂહ બાબાને એક નહીં પરંતુ બે મંજુલિકાનો સામનો કરવો પડશે. ટ્રેલર લોન્ચ પર પહોંચેલી ફિલ્મની સ્ટાર કાસ્ટે મીડિયા સાથે વાતચીત કરી અને આ વાતચીત દરમિયાન વિદ્યા બાલને લોકોને ફની ધમકી આપી. ચાલો તમને જણાવીએ કે ટ્રેલર લોન્ચ દરમિયાન અભિનેત્રીએ શું કહ્યું.
મીડિયા સાથે વાત કરતી વખતે અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું, “સૌથી પહેલા હું ભુલ ભુલૈયાને પરત લાવવા માટે અનીસ બઝમીનો આભાર માનું છું. મંજુલિકાને પરત લાવવા બદલ ભૂષણ સરનો પણ આભાર. ૧૭ વર્ષ પછી હું ‘ભૂલ ભુલૈયા’માં કમબેક કરું છું, જેના માટે હું ખૂબ જ ખુશ છું. આ ફિલ્મે મને ૧૭ વર્ષમાં ઘણો પ્રેમ આપ્યો છે અને આજે મને લાગે છે કે આગામી ૧૭ વર્ષમાં મને વધુ પ્રેમ મળવાનો છે. વિદ્યા બાલન ૨૦૦૭માં રિલીઝ થયેલી ‘ભૂલ ભૂલૈયા’માં જાેવા મળી હતી, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે ‘ભૂલ ભુલૈયા ૨’માં તબ્બુ વિદ્યા બાલનની જગ્યાએ મંજુલિકાના રોલમાં જાેવા મળી હતી.
વિદ્યા બાલને આગળ કહ્યું, “જેમ કે કાર્તિકે કહ્યું કે ભૂલ ભૂલૈયા ૨નું શૂટિંગ અહીં થયું છે, તેમ ભૂલ ભૂલૈયા ૧ નું આખું શૂટિંગ પણ જયપુરમાં થયું છે. તેથી અમારો જુનો સંબંધ છે. હવે કદાચ તેથી જ અમે આ જગ્યાએ અમારું પહેલું ટ્રેલર લોન્ચ કરી રહ્યા છીએ. બાકી બધું બરાબર છે પણ પહેલી તારીખે થિયેટરમાં પહોંચી જાવ, નહીંતર મંજુલિકા આવી જશે.” કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન ઉપરાંત આ ફિલ્મમાં રાજપાલ યાદવ, સંજય મિશ્રા અને અશ્વિની કાલસેકર પણ છે. ‘ભૂલ ભુલૈયા ૩’ ૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘સિંઘમ અગેન’ સાથે ટક્કર આપી રહી છે, જે બોલિવૂડના મજબૂત સ્ટાર્સથી ભરેલી છે.


















Recent Comments