અમરેલી

અમરેલી જિલ્લા ના ધારી ખાતે ઈકોઝોન વિરુદ્ધ આંદોલન ના મંડાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની વિશેષ ઉપસ્થિતિ

અમરેલી,ગીર સોમનાથ અને જૂનાગઢ ના 196 ગામો માં કેન્દ્ર સરકાર દ્વારા ઇકોઝોન લાગુ કરવા થી ગ્રામ્ય પ્રજા ને જંગલરાજ માં થી મુક્ત કરવા ઇકો ઝોન કાયદા માં ફેરફાર કરવા ની માંગ સાથે આજરોજ ધારી તાલુકા માં અસરગ્રસ્ત ગામલોકો દ્વારા એક જાહેરસભા નું આયોજન કરવામાં આવેલ હતું.આ જાહેરસભા માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ધારી ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને ન્યાય મળી રહે તે માટે ખાસ હાજર રહ્યા હતાઆ મીટીંગ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત,પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી,પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર,જેની બેન ઠુંમર,સુરેશ ભાઈ કોટડિયા,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી,ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ ભાઈ આંબલીયા,રવી ભાઈ હિરાણી,દિલીપભાઈ સાવલિયા,રોહિત સરધારા સહિત ધારી ના તમામ કોંગ્રેસ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટીંગ માં શ્રી શક્તિ સિંહજી એ ઇકો ઝોન અસરગ્રસ્ત ગ્રામ્ય લોકો ને આ બાબતે લડી લેવા અને ભવિષ્ય માં જ્યાં જરૂર પડે ત્યાં લોક પ્રશ્નો માટે કોંગ્રેસ સતત મદદરૂપ થશે એવી હૈયાધારણા આપેલ હતી.ઇકો ઝોન ના કાયદા થી ગામડા ના ખેડૂતો અને માલધારીઓ ને ખુબજ મુશ્કેલી ઊભી થશે અને જંગલ ખાતા ના અધિકારીઓ નું રાજ સ્થપાતા ગામડા ના લોકો ને કેટલાય રોજબરોજ ના કામો માટે ખુબજ સમસ્યા સર્જાશે.અમરેલી ,જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના 196 ગામો આ કાયદા હેઠળ અસરગ્રસ્ત હોય તમામ લોકો ને ન્યાય અપાવવા કોંગ્રેસ પક્ષ સતત સાથ આપશે એવું ઉપસ્થિત નેતાઓ દ્વારા ગામ લોકો ને ખાતરી આપવા ના આવેલ હતી અને જરૂર જણાય તો ગામે ગામ ગ્રામ સભા કરી આ કાયદા વિરુદ્ધ જનમત સંગ્રહ કરવા આયોજન કરવા પણ સૂચન કરેલ હતું.

Related Posts