વિકાસ સપ્તાહ – અમદાવાદ જિલ્લો ‘ગુજરાતની વિકાસયાત્રાની ધરોહર : યુવા અને નારીધન’ વિષય પર વેબિનાર યોજાયો
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને સરકારી પોલિટેક્નિક કોલેજ, આંબાવાડીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું અમદાવાદ જિલ્લાની શાળાઓના અંદાજીત ૭૫૦૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહભાગી થયા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને સરકારી પોલિટેક્નિક કોલેજ, આંબાવાડીના સંયુક્ત ઉપક્રમે ઘાટલોડિયાની જ્ઞાનદા સ્કૂલ ખાતેથી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ગુજરાતની વિકાસયાત્રાની ધરોહર ઃ યુવા અને નારીધન’ વિષય પર યોજાયેલા વેબિનારમાં અમદાવાદ જિલ્લાની શાળાઓના ધોરણ ૯ થી ૧૨ના અંદાજીત ૭૫૦૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહભાગી થયા હતા.
અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય)ની શાળાઓના વિદ્યાર્થીઓ ઉદ્યોગસાહસિકતાનું જ્ઞાન મેળવે અને આ અંગે રાજય સરકાર તરફથી મળતી વિવિધ સહાયથી પરિચિત થઈને વિદ્યાર્થીકાળથીજ પોતાનું સ્ટાર્ટ અપ શરુ કરવા પ્રેરાય તે હેતુસર આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારમાં સરકારી સહાય મેળવી મિલેટ ફૂડ પ્રોડક્ટનું સ્ટાર્ટ અપ કરનાર ઉદ્યોગસાહસિક મહિલા શ્રી મનીષા બેન ભાવસાર(લખપતિ દીદી ) તથા પોલિટેક્નિક કોલેજના યુવા વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિક એલ્યુમની દ્વારા આ પ્રસંગે પોતાના અનુભવો અને સ્ટાર્ટઅપ જર્ની વિશે માહિતીસભર વાતો રજૂ કરીને શાળાના વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા પ્રત્યે જાગૃત કર્યા હતા.
સરકારી પોલીટેકનિકના વિદ્યાર્થીઓ ધ્રુવ પંચાલ (એસ્ટ્રોનોમી આધારિત સાબુ, પરફ્યુમ, ધૂપ વગેરેનું સ્ટાર્ટ અપ),પટેલ સુમિત અને પટેલ દક્ષ (નિત્ય જળ નામનું બગીચામાં પાણી આપવાનું ડિવાઇસ) તથા ઋષિ સોની અને સુજ્ય પટેલે (અંભ નામની પ્રોડક્ટ કે જેમાં તેઓએ ઓર્ગનિક વેસ્ટમાંથી સાધનો બનાવવાનું સ્ટાર્ટ અપ) પોતાના સ્ટાર્ટઅપ, જીજીૈંઁ તથા અન્ય સરકારી સહાય અંગે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. વેબિનારના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક સાથે ઓનલાઈન માધ્યમથી ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી. વેબિનાર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણધિકારી કૃપા બેન જહા, બોર્ડ સદસ્યશ્રી જે. વી. પટેલ, શિક્ષણવિદ શ્રી ગુણવંત ભાઈ પટેલ, સરકારી પોલિટેક્નિકના વ્યાખ્યતા શ્રીમતિ ઝંખના બેન અને ઉર્વીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments