વિચરતી વિમુક્ત જાતિ ના સરાણીયા સમાજ નું વાલી સંમેલન માનવ મંદિર સાવરકુંડલા ખાતે યોજાયું
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સાવરકુંડલા માં વિચરતી વિમુક્ત જાતિ ના સરાણીયા સમાજ ના લોકો નું વાલી સંમેલન યોજાય ગયું.વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સરાણિયા સમાજ ના લોકો સંગઠીત બની , સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસ ની દિશા માં આગળ વધે તે આજના સમયની માંગ છે, તેવું માનવ મંદિર સાવરકુંડલા ના પૂજ્ય ભક્તિરામબાપુ એ જણાવેલ. આપણાં સમાજ ના બાળકો ને શિક્ષિત અને સંસ્કારી બનાવવા માટે દરેક બાળક ને ખાસ ભણાવવા ની જરૂર છે, તેમ બાપુએ વિશેષ માં જણાવેલ. આજે પણ સાવરકુંડલા માં સરાણીયા સમાજ ના ૨૦૦ થી વઘારે બાળકો શાળા વંચિત છે, જે આપણા સૌ માટે ગંભીર બાબત છે, એ વિશે સમાજના આગેવાનો વિચારી યોગ્ય ઉકેલ લાવે તેમ ઘેલાણી ટેકનીકલ કોલેજ સાવરકુંડલા ના પૂર્વ આચાર્ય શ્રી એ. વી દેસાઈ સાહેબે જણાવેલ.આપણાં સમાજ ના લોકો બચત મંડળો દ્વારા આર્થિક રીતે આત્મ નિર્ભર બને તે વિશે દેવચંદ સાવલિયા એ માર્ગદર્શન આપેલ. સરાણિયા સમાજ ના આગેવાનો એ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે હવે આપણે સૌએ જાગૃત થવાની જરૂર. વિજયભાઈ જાની એ સ્વાગત કરેલ મહેન્દ્રભાઈ પાથર અને કરણભાઈ ઝાલા એ સરસ કાર્યક્રમ નું આયોજન અને સંકલન કરેલ તેમ એક યાદીમાં જણાવ્યું છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.
Recent Comments