આજનો દિવસ ભારત અને ભારતીય ઉદ્યોગજગત માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. રતન ટાટાનું નિધન એ માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે.વ્યક્તિગત રીતે રતન ટાટાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે કારણ કે મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. તેમની સાથેની મારી અસંખ્ય મુલાકાતોએ મને પ્રેરણા તથા ઊર્જા આપી અને તેમના વ્યક્તિત્વની મહાનતા અને તેમણે મૂર્તિમંત કરેલા માનવીય મૂલ્યો પ્રત્યેના મારા આદરને વધાર્યો હતો. રતન ટાટા એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, તેમણે હંમેશા સમાજ વધુ બહેતર બને તે માટેના પ્રયત્નો કર્યા હતા.શ્રી રતન ટાટાના નિધનથી ભારતે તેમના સૌથી પ્રતિષ્ઠિત અને દયાળુ દીકરાઓમાંનો એક દીકરો ગુમાવ્યો છે. શ્રી તાતા ઇન્ડિયાને વિશ્વ સમક્ષ લઈ ગયા અને વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ ભારતમાં લાવ્યા. તેમણે હાઉસ ઓફ તાતાને ઇન્સ્ટિટ્યૂશન લાઇઝ્ડ કર્યું અને 1991માં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી ટાટા જૂથને 70 ગણું વિકસાવીને તેને આંતરરાષ્ટ્રીય સાહસ બનાવ્યું.
રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીએ કરી ભાવુક પોસ્ટ, કહ્યું ‘તેમનામાંથી ઘણી પ્રેરણા મળી’

Recent Comments