ગુજરાત

બોરસદ ખાતે રૂ. 2.88 કરોડના ખર્ચે 12 લાખ લિટરની ટાંકી તૈયાર કરાશે

આણંદ જિલ્લામાં યોજાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત બોરસદ નગરપાલિકા વિસ્તારમાં રુ. 2.88 કરોડના ખર્ચે તૈયાર થનાર પીવાના પાણીની ટાંકી માટે આજે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી અને સંસદ સભ્ય મિતેષ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રમણ સોલંકીએ જણાવ્યું હતું કે બોરસદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2ના રહીશોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બોરસદ નગરપાલિકાની અમૃત 2.0 યોજના અંતર્ગત 12 લાખ લિટરની પીવાના પાણીની ટાંકી તથા પાઇપ લાઇન માટે અંદાજિત રૂપિયા 2.88 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ પીવાના પાણીની ટાંકી તૈયાર થવાથી વોર્ડ નંબર – 2ના અંદાજિત 15 હજાર કરતાં વધુ નગરજનોને પીવાના પાણીની જરૂરિયાત સંપૂર્ણ પણે પૂરી થશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ પ્રસંગે સંસદ સભ્ય મિતેષ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ વેળાએ પ્રાંત અધિકારી અમિત પટેલ,  નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગર સેવકો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related Posts