હળવદમાં સમાજ એક નહીં થવા દે તેવા ડરથી પિતરાઈ ભાઈ-બહેનનો આપઘાત, વીજપોલ પર દુપટ્ટો લટકાવી બે છેડા ગળામાં બાંધી જિંદગી ટૂંકાવી
Morbi: મોરબી જિલ્લાના માનસર ગામમાં આવેલ વાડી વિસ્તારમાં 220 KVના વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બન્નેના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના માનસરમાં ખેત મજૂરી કરતાં છોટા ઉદેપુરના પિતરાઈ ભાઈ-બહેન છેલ્લા બે દિવસથી ગુમ હતા. બે મહિના પહેલા જ સમાજના રિતીરિવાજ પ્રમાણે મૃતક આરતીની સગાઈ કરવામાં આવી હતી. જો કે 2 દિવસથી આરતી ગુમ થતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યાં માનસર ગામેથી પસાર થતી 220 KVના વીજપોલ સાથે દુપટ્ટાના બે છેડા પર બન્ને લટકતા મળ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવતીની ઓળખ આરતી તડવી (20) અને યુવકનું નામ સંજય તડવી (23) તરીકે થઈ છે. બન્ને સબંધમાં પિતરાઈ ભાઈ-બહેન થાય છે. સમાજ એક નહીં થવા દે, તેવા ડરથી અંતિમ પગલું બર્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરીને બન્નેના મૃતદેહો પરિવારનો સોંપી દીધા છે.
Recent Comments